________________ 100 હું આત્મા છું સાથે સંપૂર્ણ નમ્રતાની સાથે, સંપૂર્ણ સમર્પણની સાથે ગુરુ ચરણની સેવના થવી જોઈએ. એમની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ. આચારાંગ સૂત્રમાં કહ્યું : _ 'आणाए धम्मो आणाए तवो' તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું : “સાનિક ' અર્થાત્ આશા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. એથી જુદો શિષ્યને કેઈ ધર્મ હેઈ શકે જ નહીં. એક વિનયવાન શિષ્યને પૂછવામાં આવે કે તારે ધર્મ શું? તે એમ ન કહે કે મહાવ્રતનું પાલન, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન એ મારે ધર્મ. પણ એ કહેશે કે ગુરુકુલમાં વાસ કર એ મારો ધર્મ. ગુરુદેવની આજ્ઞાને મારા મે–રેમમાં ઉતારી દેવી એ મારો ધર્મ. ગુરુદેવની આજ્ઞાને વિનયવાન શિષ્ય કઈ રીતે સમજે? તે આ જ ગાથામાં આગળ બહુ જ માર્મિક વાત કહી છે. “જિયભાર સંઘ' વિનીત શિષ્ય એ છે કે જે ઇગિત માત્રથી ગુરુદેવના ભાવને જાણ જાય. ગુરુએ કહેવું ન પડે કે આ કર અને આ ન કર. આંખના ઈશારાથી શિષ્ય સમજી જાય. અરે ! એથી પણ આગળ વધીને, યોગ્ય શિષ્યને ઈશારાની પણ જરૂર ન રહે. માત્ર ગુરુદેવની આંખોના ભાવને વાંચી લે, આખો તે અંતરની આરસી છે. ગુરુની સાયકેલેજીનું જ્ઞાન શિષ્યને તેવું ઘટે. એ જ્ઞાન હોય તે જ શિષ્ય, શિષ્ય બની શકે, નહીં તે ના બની શકે, ગુરૂ તે શિષ્યની સાયકોલોજી જાણતા જ હોય પણ શિષ્યમાં ગુરુની મનોદશા જાણવાની યેગ્યતા, એટલી પાત્રતા તૈયાર થાય પછી જ શિષ્યત્વ આવે, નહીં તે આવતું નથી. ગુરૂચરણના દાસાનુદાસ થઈને જેને રહેતાં આવડે, માત્ર દાસ નહીં પણ દાસને પણ દાસ થઈને રહે તે સદ્ગુરુના ચરણ સેવ શકે. એટલું જ નહીં એથી પણ આગળ શાસ્ત્રમાં કહ્યું છે–