________________ સેવે સદ્ગુરુ ચરણને વાર, અત્યારે જે મેળવ્યું છે તે મેળવી ચૂક્યા છીએ. પણ તે ય જીવને એક ભવ ઓછો થયે નહીં અને પરિણામે જીવનું ભ્રમણ જ રહ્યું આધ્યાત્મિક ક્ષેત્રે જે મેળવ્યું છે તે આત્મા માટે ઉપકારી ત્યારે જ નીવડે કે જ્યારે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે સંપૂર્ણ સમર્પણતા જાગૃત થાય. નહીં તે એ સાધને બહારની કીર્તિ, પ્રતિષ્ઠા મેળવી આપે, વાહ વાહ કરાવી આપે, પાંચ માણસની વચ્ચે કીતિ કે સન્માન મળી જાય પણ સમર્પણુતા વિના આત્માને એક ટકો પણ લાભ ન થાય. માટે જ હવે પછીની ગાથામાં, સદ્ગુરૂના ચરણમાં સમર્પણતા થતાં જીવ શું પામી શકે છે, તે બતાવે છે. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ... અહીં શું કરવું, કેવી રીતે કરવું, અને એ કર્યા પછીનું ફળ શું છે, એ ત્રણ બાબતે બતાવી છે. પ્રથમ, સદ્ગુરુના ચરણને સેવવા. એમનાં ચરણે સમર્પિત થઈ જવું. કેવી રીતે? - ત્યાગી દઈ નિજ પક્ષ પિતાની માન્યતા, મતાગ્રહ અને દુરાગ્રહને છોડીને. તે શું ફળ મળે? તે કહે છે - પરમાર્થને પામે અને નિજ પદનું લક્ષ જાગૃત થાય. અહીંયાં પદને અર્થ છે સ્વરૂપ. અર્થાત્ સ્વ-સ્વરૂપનું લક્ષ્ય જાગૃત થાય. તે પ્રથમ સદ્દગુરુના ચરણની સેવના. સેવના એટલે શું ? એમના ચરણમાં બેસી રહેવું ? એમના પગ પકડીને બેસી રહેવું? નહીં. શિષ્ય તે એનું નામ કે જે વિનીત હય, અવિનીત હોય તે શિષ્ય નહીં. મહાપુરુષને, સપુરુષને ગુરૂ તરીકે સ્વીકારી લીધા પછી વિનયભાવ જે પ્રગટે થતું નથી તે શિષ્યપણું પણ પ્રગટ થતું નથી. શિષ્યપણું અંદરથી પ્રગટાવવું પડે છે. કેઈએ કેઈને કહી દીધું કે તમે મારા ગુરુ અને હું તમારે શિષ્ય, તે તેથી શિષ્ય બની જવાતું નથી. પણ સંપૂર્ણ વિનયની