________________ 103 સેવે સગુરુ ચરણને શિષ્ય મારી પાસે જ છે અને એ શિષ્ય પણ એ ભાવ અનુભવે કે મારા ગુરુને અંતરના આશીર્વાદની કૃપા મારા પર વરસી રહી છે. સાધનાના માર્ગે આગળ વધવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે. આ ગુરુ શિષ્યને માત્ર સંબંધ નથી. જેવા સંબંધે સંસારીના હોય તેવા સંબંધોની આ વાત નથી. પણ આ તે સાધનાનાં સૂત્રો છે, સાધનાનાં સહાયક સાધન છે. એટલે શ્રીમદ્જી પણ અહીં કહે છે સેવે સગુરૂ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ શરત મૂકી દીધી. શ્રીમદ્જી જ્યાં જ્યાં આવી વાત કરે છે ત્યાં શરત પહેલી મૂકે છે, કે ભાઈ બધું એમને એમ મળી જતું નથી. આ કંઈ હથેળીને ગોળ નથી. કેણીને ગોળ છે ! હથેળીને ગાળ તરત મુખ સુધી પહોંચી શકે, પણ કેણીને ગોળ ? જરા મોઢામાં લેવા પ્રયત્ન તે કરજે, ત્યારે જ ખબર પડશે કે કેટલું કઠિન છે. શ્રીમદ્જીએ શરત મૂકી છે કે સદ્ગુરુના ચરણની સેવના તે ખરી, પણ ‘ત્યાગી દઈ નિજ પક્ષી તારી માન્યતા, તારે હઠાગ્રહ, તારે કદાગ્રહ, તારે સ્વછંદ, એ બધું છોડી દેજે. અને પછી ગુરુના ચરણમાં જજે. મારી ઈચ્છા, મારા વિચારે, મારી માન્યતા જેમ છે, તેમ જ હું રહું તે કલ્યાણ ના થાય. “મહાજન મારૂં મા-બાપ, પણ મારી ખીલી ના ખસે”. તે કાંઈ જ ન મળે. ગુરુના ચરણમાં ત્રણ નહીં, છ નહીં પણ 108 વાર વંદના કરે પણ પિતાને કદાગ્રહ ન છોડે તે કયાંથી ચાલે ? તે માટે પિતાને અસત્યાગ્રહ, કે મારી માનેલી માન્યતા જ મોક્ષ છે, હું જે ધર્મક્રિયાઓ કરું છું એ જ મોક્ષ સાધક છે, તેને ત્યાગ પડશે, ત્યારે જ આગળ વધાશે. અને એ માટે સદ્ગુરુની શોધ કરી લઈએ. શોધ તે ઘણી થાય છે. પણ શાની? જડ જગતની. સાયન્સ ઘણું આગળ વધ્યું, ઘણું યે શોધ એણે કરી. જડ શક્તિઓને, એક-એકને તેડી–ડીને માપી લીધી. તેના ઊંડાણમાં રહેલી શક્તિઓને નાથી લીધી. એ શક્તિઓને જીવનમાં ઉપયોગ પણ કરી લીધું. રેજ મેગેઝીને વાંચે છે. સાયન્સ ખૂબ આગળ વધ્યું, તમને નવા નવા સાધને આપ્યાં તેથી