________________ હું આત્મા છું પુણ્યને શેમાં મૂકશે? હેય, સેય કે ઉપાદેય? આ તત્ત્વ બહુ જ જબરૂં છે. એ ત્રણે ય Category બેસી જાય છે. પુણ્ય જાણવા યોગ્ય છે, જાણીને આચરવા યોગ્ય છે, અને તે પછી એ છોડવા યોગ્ય છે. જાણવું અને આચરવું આ બંને તે આપણે સહુ જાણીએ છીએ, પણ પુણ્યને છેડવા ગ્ય કેમ કહેવું? એક જ તત્વ ત્રણે રૂપ કેમ હેઈ શકે? અહીં બહુ જ વ્યાપક વિચાર કર્યો છે. જ્યાં જીવ સંસાર ભાવમાં જ પડે છે. તેની નિરંતરની માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિઓ પાપમય છે. તેને પાપમાંથી બચવા માટે પુણ્ય કરવાનો આદેશ અપાયો છે. બીજી વાત એ કે આત્મ-સાધનાના માર્ગે આગળ વધતા જીવને, સાધના માટે જોઈતી સાનુકુળ પરિસ્થિતિ પણ પુણ્ય વિના નથી સાંપડતી. માટે ત્યાં પણ જીવને પુણ્ય કરવું આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. તીર્થંકર પરમાત્માને અનેક ઈવેને તારવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે તે તીર્થકર નામ કર્મના કારણે જ અને એ કર્મ જબરદસ્ત પુણ્ય પ્રકૃતિ જ છે. આમ જીવને આત્મિક વિકાસના માર્ગો, આધ્યાત્મિક પરિણામેની સાથેસાથે પુણ્ય બળ પણ સહાયક સાધન છે. તેથી પુણ્યને આદરણીય બતાવ્યું. પણ મોક્ષ પામવા માટે તે સર્વ કર્મને, સર્વથા ક્ષય અપેક્ષિત છે. ત્યાં પાપ કર્મો સાથે પુણ્ય કર્મોને પણ નાશ થવો જ જોઈએ. તે જ આત્મા સર્વથા શુદ્ધ થાય. પરંતુ પુણ્યને છોડવા માટે પ્રયત્ન કરે જરૂરી નથી. વળી સર્વ સામાન્ય છે માટે આ આદેશ પણ નથી. તેના માટે તે પુણ્ય આદરણીય છે જ. પણ જીવ જ્યારે આત્મ-વિકાસનાં પાન ચઢતે, ગુણસ્થાનના ક્રમે, આઠમા ગુણસ્થાને શ્રેણિ કરીને આગળ વધે છે, ત્યારે નિર્જરાનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. તેમાં પુણ્યની પણ નિર્જરા થવા માંડે છે. તેથી તે સહજ છૂટી જાય છે અને પુણ્યને ને બંધ પણ રોકાતો જાય છે. આ દૃષ્ટિથી પુણ્યને છોડવા યોગ્ય બતાવ્યું. આમ જ્યાં જે ગ્ય છે તે સમજી લઈને–