________________ આત્માથી જન એહ મન જડ થઈ ગયું હોય તે ગણિતાનુગ વિચારવો યોગ્ય છે.” ગણિત એવી ચીજ છે કે ગમે તેવા જડ મનને ચંચળ બનાવી દે છે. કારણ ગણિતમાં બહુ જ એકાગ્ર થવું પડે છે. તમારો રજને અનુભવ છે ને? સાંજ પડે રોજમેળ મેળવો છો, કેટલા એકાગ્ર થઈ જાઓ છો ! સાથે સાથે ગણિત તીક્ષણ પ્રજ્ઞાને પણ માગે છે. જેની પ્રજ્ઞા તણું હોય તે જ ગણિતમાં ઊંડો ઉતરી શકે. માટે જ જડ મનને ચેતનવંતુ કરવા અસંખ્ય દ્વિીપ સમુદ્રની ગણતરી, લેક અલેકનાં માપ વગરેને વિચારવું જરૂરી છે. આમ મનની ભિન્ન ભિન્ન સ્થિતિમાં કયાં શું યોગ્ય છે તે બતાવ્યું. અને જીવે પોતે જ પોતાની મનઃસ્થિતિને વિચારીને નક્કી કરવાનું છે, કે તેણે શું કરવું યોગ્ય છે. એટલું જ નહી આપણે એ પણ જાણવું જરૂરી છે કે આ વિશ્વમાં શું રેય એટલે જાણવા ગ્ય છે, શું હેય એટલે છોડવા ગ્ય છે અને શું ઉપાદેય એટલે આચરવા ગ્ય છે. જેન પરંપરામાં નવ તત્વની માન્યતા છે. તેમાં ય, હેય અને ઉપાય ક્યા ક્યા છે તે વિચારીએ. પ્રથમ નવ તત્ત્વનાં નામ-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આમાં જીવ અને અજીવ આ બે જાણવા ગ્યા છે. બન્નેના ભેદ, પ્રભેદ, બન્નેનાં સ્વરૂપ જાણવા યોગ્ય છે. પાપ, આશ્રવ અને બંધ આ ત્રણ છોડવા યોગ્ય છે. પાપ કરવા લાયક નથી તે તો આપણે સહુ જાણીએ છીએ. આશ્રવ એટલે કમનું આત્મામાં આવવું અને આવેલાં કર્મોનું આત્મા સાથે બંધાવું તે બંધ, એટલે આ ત્રણે છોડવા યોગ્ય છે. સંવર, નિરા અને મોક્ષ આ ત્રણ આદરણીય છે. સંવરથી આવતાં કર્મ રેકાય છે. નિજેરાથી સત્તામાં પડેલા કર્મો જરી જાય છે અને મોક્ષથી આત્માની સર્વથા મુક્તિ થાય છે. અને આ ત્રણે ય બાબત જ આત્માનું ધ્યેય હોવાથી, આચરણ કરવા યોગ્ય છે. હવે રહ્યું એક તત્વ ! કયું ? પુણ્ય !