________________ હું આત્મા છું સાધક હોય બને માટે ચરણકરણનુયોગના સ્વાધ્યાય દ્વારા પ્રમાદને દૂર કરે અતિ આવશ્યક છે. | મન જે કષાયી થઈ ગયું હોય તે ધર્મકથાનુગ વિચાર યોગ્ય છે. કેધ, માન, માયા, લેભના ઉદયે જીવમાં વર્યા જ કરે છે. ક્યારેક આ ભવે તરત જ શાંત થઈ જાય છે. તે ક્યારેક લાંબા સમય સુધી રહે છે. સતત કષાય ભાવમાં વર્તતે જીવ તીવ્ર કર્મ બંધન કરે છે. આ બંધનમાં ન પડવું હોય, ભવબંધનની ભીતિ અંતરમાં જાગૃત થઈ હોય તે બહુ જલ્દી કષાયભાવથી મુક્ત થવું જોઈએ. પણ સામે જે બળવાન સાધન હાથમાં આવે તે જ એ ભાવને હણી શકાય. આ સાધન છે ધર્મકથા. કથા તે ખરી પણ મનને વિકૃત કરે તેવી નહીં પણ વિકારને ઉપશાંત કરે તેવી, તેથી જ અહીં ધર્મકથા કહી. બંધુઓ! અન્ય કથાઓમાં તે જીવને ઘણે રસ છે અને તે રસની પૂર્તિનાં સાધને પણ આજે તમારી પાસે એક નહીં અનેક છે. જેનાથી રાત-દિવસ એ રસને પિષ્યા કરે છે, ને અંતર વિકારોથી મલિન કરતા રહે છે. પરિણામે કષાવાળું મન વધુ ધુષિત થાય છે, ત્યારે અહીં તે કક્ષાની કાલિમાને ધોવાનું સાધન બતાવ્યું ધર્મકથા. જે કથાઓમાં પૂર્વે થઈ ગયેલા જીવોના જીવનની સત્ય ઘટનાઓના આધારે એ બતાવવામાં આવ્યું હોય કે કષાય રહિત સ્વભાવ દશામાં વર્તતા જીવોનું જીવન કેટલું ઉત્તમ હતું અને પરિણામ પણ કેવું ઉત્તમ આવ્યું. સાથે સાથે કષાય સહિત વિભાવ દશામાં પરિણમેલા જીવની અધમતાએ તેમને સંસારમાં કેવા રખડાવ્યા! અહીં કથાનુગમાં ગૌતમની કથા છે તે ગશાળાની પણ છે. અભયકુમારની છે તે કાળસુરીયા કસાઈની પણ છે. આમ ધર્મકથાનુગ કષાયથી વિરમવાની પ્રેરણા પૂરી પાડે છે, અને પરિણામે જીવ અકષાયી ભાવને વરે છે. મન ક્યારેક એટલું બધું જડ થઈ જાય છે કે તેને ઉપરના ત્રણેય અનુયોગેથી ફાયદો થતું નથી. આવા જીવોને શ્રીમદ્જી કહે છે.