________________ હું આત્મા છું વૈરાગ્યથી મારા આત્માને રંગે છે. અને બંધુઓ ! આ થતાં માત્ર સાત વર્ષની ઉંમરમાં જ એમની વૃત્તિ આત્મા તરફ વળી ગઈ. તેઓએ આટલી નાની ઉંમરમાં પહેલી વાર કેઈનું દ્રવ્ય મરણ જોયું અને તેઓને આત્મા. જાગૃત થઈ ગયે. તેમની વૃત્તિ અને પ્રવૃત્તિ આત્મામય થઈ ગઈ બંધુઓ ! ખરાબ ન લગાડશે. પણ અમે સાંભળ્યું છે કે જ્યારે સમાજમાં કેઈનું મરણ થાય છે અને તમે સ્મશાને જાઓ છો ત્યારે જેનું મરણ થયું છે તેનાં સગાં-સંબંધીઓ-સ્વજને તે ત્યાં ઉદાસ થઈને બેઠા હેય છે. પણ ત્યાંથી થોડે દૂર બેઠેલા બીજા ચા - પાણી પીતા હોય. અરે!. એટલું જ નહીં, જે વાતે બીજે ક્યાંય નહીં થતી હોય તે વાતે ત્યાં થાય, પછી એ ધંધાની હય, રાજકારણની હોય કે કોઈની સગાઈ કે લગ્નની હાય! મૃત્યુને મલાજો જે જાળવો જોઈએ વ્યાવહારિક દષ્ટિએ, એ પણ નથી જળવાત! જે એ સમયે તમારું અંતઃકરણ જાગૃત હોય તે જ્યાં દેહ અને આત્માની ભિન્નતાનું પ્રત્યક્ષ સબળ પ્રમાણ મળી રહ્યું છે ત્યાં આત્માની વિચારણ થાય. હું તમને પૂછું છું કે કયારેય સ્મશાનમાં ગયા છે અને ત્યાં આત્મા યાદ આવ્યો હોય એવું બન્યું છે? જે ના, તે વિચારવું ઘટે કે કેટલા સુષુપ્ત છે? આત્મા યાદ આવો જોઈએ ત્યાં પણ જે તેની યાદ કે વિચાર નહીં આવે તે ક્યાં આવશે? શું ઘરમાં, દુકાનમાં, ખાતાં પીતાં આત્મા યાદ આવશે? બંધુઓ! આ દ્રવ્ય મરણ આપણને આત્માની વિચા રણા પ્રગટ કરાવવા માટેનું મહાન નિમિત્ત છે, તેને સમજીને આત્મવિચાર જાગૃત કરી લઈએ ભાવ - મરણ તે બહુ જ સમજવા જેવું છે. આપણે અહીં બેઠેલા સહુ અને વિશ્વના સમસ્ત છે ભાવ–મરણથી અનેક વાર મર્યા અને હજુ મરી રહ્યા છીએ. જાણો છો તમે? તમારી આ 50 - 60 વર્ષની જંદગી ગઈ તેમાં કેટલી વાર મર્યા? મને કહેશે જરા કે તમે કેટલી વાર મર્યા? અરે ! મહારાજ! અમે મર્યા નથી. જીવીએ છીએ અને એટલે જ આપની સામે બેઠા છીએ. પણ ભાઈ! હું દ્રવ્ય મરણની વાત નથી કરતી,