SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જે સહ આતમજ્ઞાન ઝાડ પરથી તેઓ જઈ રહ્યા છે કે નનામીને ચિતા પર ગોઠવી અને પછી પગના અંગૂઠે આગ લગાડી. અને શબ તે ભડભડ બળવા માંડયું. આ જોઈ એમનાં રમે - રેમ જાગૃત થઈ ગયાં. તેમની વિચાર દશા, તેમની પરિણામ ધારા, વધુ ઊંડાણમાં વહેવા માંડી અને પિતાની જ અંદર સર્વ પ્રશ્નોનાં સમાધાન શોધવા માંડયા. એ વિચારે છે કે જે દેહને બાળી રહ્યા છે, એ દેહમાં પહેલાં એવું શું હતું ? કે જેના કારણે બધી જ કિયાઓ હતી. અને હવે એ તત્ત્વ ક્યાં ગયું ? એનું શું થયું ? કે લોકે તેના શરીરને બાળે છે! આ વિચારમાં તન્મયતા પૂર્વક તેઓ ઊંડા ઉતરતા ગયા અને તેઓને સમજાયું કે શરીરમાં એક અદ્ભુત શક્તિ હતી, જેના કારણે કિયાઓ હતી. અને તે શક્તિ ચાલી ગઈ. તે તે શક્તિ કઈ? બંધુઓ ! અનેકને મરતાં જુઓ છે, બળતા જુઓ છો. અરે! તમારા હાથથી બાળ્યા પણ હશે. છતાં ક્યારેય તેના પર વિચાર જાગે છે? આમ કેમ ? તમે કહેશેઃ અમે તે જાણીએ છીએ કે શરીરમાંથી જીવ નીકળી જાય એટલે તે શબ કહેવાય, અને તેને બાળી જ નંખાય. માટે અમારે કંઈ વિચારવાની જરૂર નથી. રાયચંદભાઈ તે બાળક હતા અને તેમને કંઈ ખબર ન હતી, તેથી તેઓ આ બધું વિચારતા હતા. પણ ના. બંધુઓ! તેઓ આપણે બધાં કરતાં વધુ જાણતા હતા, અને તેઓના એ જાણપણુએ જ તેમને અંતરમાંથી જગાયા. તેમની આત્મ-જાગૃતિ જ તેમને પરિણામ ધારાના ઊંડાણમાં લઈ ગઈ. અને એ વિચારદશાએ જ એમને ભાન કરાવ્યું કે દેહમાંથી જે નીકળી ગયું તે ચેતન તત્ત્વ હતું. આત્મા હતો. આત્મા હતે. તે જ બધું હતું અને તે નીકળી જતાં જ દેહને બળવું પડ્યું. માટે દેહ અને આત્મા ભિન્ન છે. આ ભિન્નતાની પ્રતીતિએ તેઓ પિતામાં સ્થિર થયા. અને ત્યાં જ એ ઝાડ પર ઊભા - ઊભા જ એમને જાતિ - મરણ જ્ઞાન થયું. તેમાં તેમણે જોયું કે મેં દેહ- આત્માની ભિન્નતાને અનુભવ, પૂર્વ ભામાં કર્યો છે. એટલું જ નહિ, પૂર્વે સાધુનાં વ્રત પણ પાળ્યાં છે, ત્યાગ અને
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy