________________ જે સહ આતમજ્ઞાન પ૭ આ એક જન્મમાં એટલે કાળ ગમે એટલા કાળમાં કેટલું બધું ભગવ્યું પણ તૃપ્ત થયા ખરા? સમય અને શક્તિ આટલાં વેડફયા પછી પણ કાંઈ હાથ આવ્યું ખરું? તૃપ્તિ થતી નથી, અસંતોષની આગ હંમેશાં જલ્યા કરે છે. ગમે તેટલું પામ્યા પછી,ગમે તેટલું ભોગવ્યા પછી પણ આત્માને તૃપ્તિને ઓડકાર એ ખાવા દેતી જ નથી. તે પછી આપણે કેમ ન વિચારીએ કે પદાર્થો આટલા ભોગવ્યા પછી પણ જો એ તૃપ્તિ નથી આપી શકતા તે જરૂર કયાંક ખામી છે. પદાર્થો તૃપ્ત કરવા સમર્થ નથી તે પછી કેણ સમર્થ છે? એમ લાગે છે કે કેઈક એવી બીજી વસ્તુ પડી છે, કેઈક જગ્યાએ કંઈક એવું સત્વ પડયું છે કે જેને માણવાથી જીવને તૃપ્તિ થશે. એ સત્વ કયું છે? એ વિચારતાં સમજાશે કે એ સત્ય આપણા અંતરમાં જ પડયું છે, કયાંય બહાર નથી. અંદરનું એ સત્ત્વ જ્યારે આપણા આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે જ આપણે અંતર તરફ વળી શકીશું. પણ એના માટે શ્રદ્ધા જોઈએ. એવી દઢ શ્રદ્ધા કે બહારના કેઈ પણ પદાર્થમાંથી અત્યાર સુધી મને સુખ મળ્યું નથી અને બહારના કોઈ પણ પદાર્થ, કઈ પણ વ્યક્તિ સાથેની પ્રીતિ મને સુખ દેવા અસમર્થ જ છે. આ જેને યથાર્થ રૂપે સમજાયું છે, અરે! જેણે અનુભવ્યું છે, અંતરના ઊંડાણમાંથી અનુભવ્યું છે એવા આત્મ-અનુભવી મહાયોગી આનંદઘનજીએ, તેમના દ્રષભ સાથે પ્રીતિ જોડતાં બહુ જ સુંદર સમજાવ્યું - પ્રિત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રિત સગાઈ ન કેઈ; પ્રિત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન જોઈ ગષભ જિનેશ્વર પ્રિતમ માહરે રે, ઓર ન ચાહું રે કંતો કેટલા સાથે પ્રીતિ જડી ? કેટલાય સાથે તમારે એવા સંબંધ હોય છે કે Relation ની દ્રષ્ટિથી, તમારા લેહીના સંબંધથી, એની સાથે કરશે એ સંબંધ ન હોય, પણ તમે એના માટે કહે છે કે આ મારા સ્નેહી છે. નેહી એટલે એમની સાથે મેં પ્રેમને સંબંધ જોડે છે, પ્રીત જેડી છે. પણ આનંદઘનજી કહે છે કે ખરેખરી પ્રીતને સંબંધ કઈ જોડી શકતું નથી. શા માટે ? “પ્રિત સગાઈ નિરુપાધિક કહી જેમાં કોઈ પણ પ્રકારની