________________ 58 હું આત્મા છું ઉપાધિ ન હય, રાગ-દ્વેષ કે સ્વાર્થની ભાવના જેમાં એક પૈસે માત્ર પણ જોડાયેલી ન હોય એનું નામ પ્રીતિ. હવે તમે તપાસી લે તમારા સંબંછે. અને સાથે તમારા સંબંધો જોડાયેલા છે, એ સંબંધો નિઃસ્વાથી છે ખરા ? કે કંઈક મેળવવાની ઈચ્છા ત્યાં રહે છે ? ભલે કઈ ભૌતિક વસ્તુની અપેક્ષા ત્યાં ન હોય! ધન પણ ન જોઈતું હોય કે બીજું પણ કાંઈ ન જોઈતું હોય પણ એટલી ભાવના તે અંતરમાં રહે ને કે હું એને જેટલો પ્રેમ કરું, એટલે પ્રેમ એ પણ મને આપે. હું એના વિષે એટલે ખ્યાલ રાખું એટલે જ ખ્યાલ એ મારા વિષે રાખે તે જ ટકી રહે ને? નહીં તે ટકે ખરે? તમે એના માટે બધું કરતા હે ને એ તમારા માટે કાંઈ ન કરે તો? તરત સંબંધ તૂટી જાય, તૂટી જાય છે ને? તેનું કારણ એ છે કે આ પ્રેમ આરેપિત છે, કૃત્રિમ છે. પણ અકૃત્રિમ નથી. પરાવલંબી પ્રેમ છે અને એ પરાવલંબન વ્યક્તિ રૂપે, પદાર્થ રૂપે કે પરિસ્થિતિ રૂપે હોય, સ્થાયી રહે જ નહીં. તે એ બધી ઉપાધિ છે. જેને પ્રયત્ન પણ ઉપાધિપૂર્વક અને પરિણામ પણ ઉપાધિ સહિતનું. અર્થાત્ જેના આદિ, મધ્ય અને અંત, સર્વાંગમાં ઉપાધિ જ ભરેલી છે અને “સપાધિક ધન ખાય એવી ઉપાધિ સહિતની જે પ્રીતિ છે, એ પ્રીતિ આત્મ ધનને બેઈ નાખે છે. એટલે જ આનંદઘનજીએ સંસારી સાથે પ્રીતિ ન જેડતાં, અષભ સાથે જોડી છે. અને તેઓ કહે છે, “રાષભ જીનેશ્વર પ્રિતમ માહરે.” કેટલે ભાવ ભર્યો શબ્દ છે! “પ્રિયતમ! તમે કહેશે, મહારાજ ! એમાં સુંદર શું? ભાવ શું? બધા ય જાણે છે પ્રિયતમ શબ્દને અર્થ. આપણી રૂઢિ-પરંપરામાં આ શબ્દનો અર્થ શું થાય? પત્ની એના પતિને પ્રિયતમ કહે, એક નારી એના પ્રેમીને પ્રિયતમ કહે. પણ પ્રિયતમ શબ્દનો શાબ્દિક અર્થ શું છે? જાણે છો ? આપણે વ્યાકરણમાં ડીગ્રી શીખ્યા છીએ. સામાન્ય, તુલનાત્મક અને સર્વોચ્ચ. જે આપણને બહુ ગમે છે તે પ્રિય, એનાથી વધુ ગમે તે પ્રિયતર, અને જે સૌથી વધુ ગમે કે એની કક્ષામાં બીજા કેઈને મૂકી શકાય નહીં તે પ્રિયતમ. આમાં પતિ કે પ્રેમી એ અર્થ કયાં આવ્યો? સર્વોત્કૃષ્ટ