________________ હું આત્મા છું જ્યાં સુધી અંતરમાં પડેલા સત્વને જાણ્યાં નથી, મારામાં પણ જબરદસ્ત આકર્ષણ પડયાં છે, જે કંઈ માણવાનું, ભોગવવાનું, અનુભવવાનું છે તે મારી અંદર જ છે, એ બહારના કેઈ પણ પદાર્થમાંથી મળી શકે તેમ નથી, આ દઢ વિચાર, દઢ શ્રદ્ધા આત્મામાં જાગે, પછીજ અંતરમાં વૈરાગ્ય પ્રગટ થાય. આવી શ્રદ્ધા ન જાગે ત્યાં સુધી વૈરાગ્ય આવે નહીં. જમ્યા ત્યારથી જ બહારનાં આકર્ષણોથી આપણે આકર્ષાઈ રહ્યા છીએ. અને ઉંમરના વધવા સાથે એ આકર્ષણ એટલાં વધતાં જાય છે કે આપણે એકલા એને માણું લેવા માટે પૂરા પડતા નથી. થાય છે શું ! આ એકલે જીવ, સમયની મર્યાદા અને ઢગલાબંધ આકર્ષણ. કેટલે સમય લઈને આવ્યા છીએ ? બસ, બહ તે 100 વર્ષ !ના રે ભાઈ! 100 અને ૧૦૦ની ઉપર જાય એનાં નામ તે લખાય છે, Guiness Book માં. આપણ નામ એમાં આવવાનાં હોય એવું કંઈ લાગતું નથી. 50, 60 કે 80, કે વળી એથી યે ઓછી આયુષ્ય મર્યાદા લઈને આવ્યા છીએ, આટલા થોડા સમયમાં આખાયે જગતમાં જેટલા પદાર્થો છે, એ બધા આપણે ભેગવી લેવા છે. ભગવાઈ જશે ? ના. તે પછી શું થશે? નહીં ભેગવાય એ ખબર છે. પણ ભેગવવાની કામના તે અંતરમાં પડી જ છે. તો પછી ભેગવ્યા વિના જ જવું પડશે? હા, એમ જ. પદાર્થો અહીં પડયા રહેશે અને આપણે ચાલ્યા જઈશું. પણ હું તમને પૂછું, કે જઈને કયાં જશે? કયાંય જવાના નથી, હું ! આપણી શધ્ધ કાઠિયાવાડી ભાષામાં કહીએ તે પાછા થવાના. કેઈ મરી જાય એટલે એમ કહેવાય કે અમુક ભાઈ પાછા થયા.” બહુ સરસ શબ્દ પ્રયોગ છે. કર્મ ફિલેફી પણ એ જ કહે છે. અને તે એમ જ છે. પાછા થયાને અર્થ એ થયો કે એ અહીં ને અહીં કયાંક જમ્યા છે. અહીંથી બીજે જવાના કયાં? કારણ કે અહીં જ ચારે બાજુ એની પ્રીતિ પડી છે. પદાર્થો અનંત છે. અને એ અનંતને ભોગવી લેવાની લાલસા સાથે લઈને મર્યો છે. એટલે એ ભોગવવા એને પાછું થવું જ પડે. તેથી ફરી ફરીને અહીં જ જન્મવું અને ફરી ફરીને અહીં જ મરવું એ જ ચક ચાલુ રહે છે.