________________ જે સહ આતમજ્ઞાન 55 બીજું કઈ ન જોઈ એ મારે. મારે તે માટે ઋષભ જ જોઈએ. એ સિવાય બીજું કશું ન ખપે. અહીં ઇષભ એ માત્ર પ્રતીક છે. કાષભ એટલે મારૂદેવાને પુત્ર નહીં, પરંતુ પિતાના આત્મામાં પડેલું પરમ આત્મ તત્ત્વ. જે અનંત વીય–શકિત રૂપ છે, કે જેનાથી વધુ સુંદર, અદ્વિતીય, અનુપમ બીજે કઈ હોઈ જ ન શકે. એ પરમ તત્વ સિવાય મારે બીજું કશું જ ન જોઈએ. મારે મેળવવાની જે કંઈ ખેવના છે, પામવાને જે કાંઈ મારે પુરુષાર્થ છે, એ પુરુષાર્થ માત્ર મારા પરમાત્મ તત્વ માટે જ છે. એ સિવાય મારે પુરુષાર્થ બંધ છે, અંધ છે. કેટલી બધી તીવ્ર લગની! જ્ઞાનીઓ એમ કહે છે કે બાહ્ય જગતમાંથી દષ્ટિ વાળીને, તારા આત્મામાં રહેલા અનુપમ ખજાના પર શ્રદ્ધા કરીને એમાંથી જ કંઈક પામવાની પ્રબળ ભાવના જાગે, અંદરમાં પડેલાં આકર્ષણમાંથી કઈક આકર્ષણ તને લેભાવતું થાય, ત્યારે એ તારી સાચી પ્રીતિ છે. તારે સાચે વૈરાગ્ય છે. પણ આપણને ક્યાં જાણ છે કે આની અંદર (આત્મામાં) પણ અનેક આકર્ષણે પડ્યાં છે? બહારનાં આકર્ષણ તરત ખેંચે છે. જીવ એમાં તરત લેભાઈ જાય છે. તેમાં ય આ કાળમાં બહાર પગ મૂક્યો નથી ને તમારા માટે Attraction ઊભા થયા નથી! જ્યાં જ્યાં દષ્ટિ નાખે ત્યાં ત્યાં સવ ઇંદ્રિયોના વિષયના પિષક ત પડ્યાં જ છે. કંઈક જોઈ લેવાનું આકર્ષણ થાય છે. કંઈક સાંભળવાનું આકર્ષણ થાય છે, તે કંઈક જીભને Taste લેવાનું, ઘાણને ગંધનું અને ત્વચાને સ્પર્શોનું આકર્ષણ થાય છે. કેટલાં આકર્ષણો પડ્યાં છે? અને જીવને આકર્ષાતાં વાર કેટલી? જરાય નહીં. પછી એને ઉંમર સાથે, સમજણ સાથે કઈ સંબંધ રહેતું નથી. એ વિષયે, એ ત જ્યારે આકર્ષે છે, ત્યારે જાતને ભૂલી જાવ છો ને? હું કોણ છું? કે છું? કયાં છું? મારે શું કરવું યોગ્ય છે? શું કરવું અગ્ય છે? એનું ભાન રહે છે ખરું? નથી રહેતું. ભાન ભૂલી જઈ જેના પ્રત્યે આકર્ષાયા છે, તેને મેળવીને ભેગવી લેવા માટેના ઉપચાર કરતા રહો છે. વિચારે તે ખરા, આ જે કંઈ થઈ રહ્યું છે, તે ઠીક થઈ રહ્યું છે?