________________ 644 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. અંગ્રેજોને સોંપી તેને તે પ્રમાણે કરવાની સત્તા નહતી. વળી જેમણે બાદશાહની બક્ષિસ સ્વીકારી હતી તેમણેજ બીજી બાબતમાં તેની સત્તા માન્ય કરી નહોતી. આ સઘળી ખટપટ કલાઈવની પિતાની હતી, અને તેમ કરી તેણે આ દેશના લોકોની આંખમાં તેમજ ઈગ્લેંડના તેના ઉપરી સત્તાધીશેની આંખમાં ધુળ નાંખી હતી. અહીંના સત્તાધીશોની બાબતમાં પ્રસંગોપાત તેઓ ઉપયોગી થઈ પડશે એવો ભાવ અંગ્રેજો જાહેર કરે છે. સને 1762 માં કંપની વિરૂદ્ધ વલંદા લેકેની ફરીઆદ આવી ત્યારે ઈગ્લેંડમાંના ડાયરેકટરેએ રાજાને જણાવ્યું હતું કે “બંગાળાને નવાબ એ જ ખરો માલીક છે. બાદશાહનું કંઈ ઠેકાણું નથી, અને તેની હકુમત બંગાળ પ્રાંત ઉપર બીલકુલ નથી.” વળી બાદશાહની દરકાર ન રાખતાં નવાબ મીરજાફર પાસેથી અંગ્રેજોએ મરજીમાં આવે તેવા ઠરાવ કરાવી લીધા હતા. બંગાળ સાથે બાદશાહને સંબંધ આગળ કરવામાં આવતે તે વલંદા લેકેની ફરીઆદને ઉત્તર દઈ શકતે નહીં. કલાઈ પણ ઈગ્લંડમાં એજ અભિપ્રાય આપ્યો હતો. પરંતુ પાછળથી નાબ અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ બગડવાથી, અને હિંદુસ્તાન પાછા ફરતાં બાદશાહ પાસેથી દીવાની હક મેળવવા કલાઈવે નિશ્ચય કરવાથી, તેણે પિતાને અભિપ્રાય બદલ્યો, અને નવાબને કંઈ પણ હક નહોતે, માત્ર બાદશાહ કરે તે ખરું એમ તે કહેવા લાગ્યો હતો. ખરું કહીએ તે આ સઘળા ઠરાવો તેમજ સર્વ રાજ્યક્રાતિ તરવારના જોર ઉપર થયાં છે, તેમાં ન્યાયાખ્યાયનો કંઈ પણ વિચાર કરવામાં આવ્યો નથી. કંપનીની સઘળી માંગણીઓ સ્વીકારી તેને જોઈએ તેટલું આપી દે એવા નવાબ અને બાદશાહ નાદાન નહતા. અંગ્રેજોને પિતે પચાવી પાડેલા મુલકની હકીકત જેમ બને તેમ છુપાવવાની હોવાથી નવાબ અથવા બાદશાહ પાસેથી તેઓ ગમે તેવા ઠરાવ કરાવી લેતા હતા. જે બાદશાહ કિંવા નવાબને રાજ્યપદ ઉપર તેઓ બેસાડતા તેવા પાસેથીજ આવા ઠરાવ કરાવી લેવામાં આવતા. વળી આવી રીતે પ્રપંચ રમવામાં કલાઈવના મનમાં બીજો એક અંતસ્થ હેતુ હોવો જોઈએ. તેને ત્રણ લાખની