________________ પ્રકરણ 23 મું.] કેલાઈવની રાજ્યવ્યવસ્થા. 643 ણુંક કરવામાં આવતી, અને તેને રાજ્યની વસુલાત ભેગી કરવાનું કામ સોંપાતું. ખરું જોતાં દીવાન નવાબથી સ્વતંત્ર હ. વખત જતાં નવાબ સ્વતંત્ર થયો ત્યારે તેણે પોતે વસુલાતનું કામ જોવા માંડવાથી રાજ્યમાં દીવાનની જરૂર રહી નહીં. શરૂઆતમાં દીવાને આખી સુબાગિરીની વસુલાતને હિસાબ બાદશાહને સાદર કરવાનું હતું. પરંતુ રાજ્યમાં અવ્યવસ્થા થતાં દીવાન અને નવાબ એ બેઉએ એકત્ર થઈ બાદશાહને હિસાબ આપવાનું બંધ કર્યું; અને તેઓ જો કે જાતે રૈયત ઉપર દબાણ ચલાવી સઘળું વસુલ મોટું કરતા તે પણ અનેક કારણોથી વસુલ આવ્યું નથી એમ બાદશાહને જણાવતા. આવાં કારણોને લીધે બંગાળાની દીવાનીનું કામ કંપનીએ સ્વીકારવા માટે બાદશાહ શાહઆલમનો ઘણું દિવસનો આગ્રહ હતું, પણ દેશીઓના કારભારમાં દાખલ કરવાનું આરંભમાં કલકત્તામાં તેમજ ઇંગ્લંડમાંના કંપનીના અધિકારીઓને યોગ્ય લાગ્યું નહીં. એમ છતાં કલાઈવને આ ઠરાવ નહીં રૂચતાં તેણે બાદશાહ પાસેથી બંગાળાની દીવાની કંપનીને નામે પિતાના હાથમાં લીધી, અને તેમ કરવા માટે નીચેનાં કારણે દર્શાવ્યાં-નવાબનાં અને આપણાં માણસો વચ્ચે ભારે અદેખાઈ ઉત્પન્ન થઈ છે, અને કામદારોની નીતિ અત્યંત ભ્રષ્ટ થઈ છે. આથી સંપૂર્ણ વિચાર પછી અમે એવા ઠરાવ ઉપર આવ્યા છીએ કે આખા બંગાળા ઈલાકાની દીવાની આપણે લીધી હોય તો આ અંધાધુંધી દૂર થશે, અને આપણું સત્તા અને આપણું રાજ્ય કાયમ થતાં, આપણને ત્રાસ દેવાનું સાધન નવાબના હાથમાં રહેશે નહીં. એકજ ઠેકાણે બેની હકુમત ચાલવી અશકય છે. નવાબે મુખ્ય સત્તાધીશ થવું અગર આપણે થવું. આ બે પૈકી આપણું ફાયદાની વાત કઈ છે તે ખુલ્લું દેખાય છે. ( તા. 30 સપ્ટેમ્બર સને 1765). આથી કરી એક સમૃદ્ધ અને પ્રબળ રાજ્યના આપણે ધણી થયા છીએ એ લક્ષમાં રાખવું. હવે આપણે દીવાન નહીં પણ ખુદ માલિક થયા છીએ.' આ પ્રમાણે કલાઈવે રાજ્ય અને વેપારનો હેતુ સાધી લીધે. આ બાબતમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે બંગાળાના દીવાનની નિમણુંક અત્યાર આગમજ બંધ પડી હતી, અને જે બાદશાહે તે નિમણુંક