________________ પ્રકરણ 23 મું.] લાઈવની રાજ્યવ્યવસ્થા. ૬૪પ. જાગીર મળેલી હતી, અને સ્વદેશ પાછા ફર્યા બાદ આ રકમ કંપની મારફત ઘેર બેઠાં તેને ચાલુ મળ્યા કરે એવી તેની ઈચ્છા હતી. તેના અનેક શત્રુ હતા, અને આ જાગીર તેને પચવા નહીં દેવા માટે તેઓ મથન કરી રહ્યા હતા. કંપનીને વિચાર પણ આ જાગીરનું ઉત્પન્ન તેને આપવાને નહોતે. હિંદુસ્તાનમાં કલાઈવ માત્ર નેકર હોવાથી તેણે ઉપાડેલાં કામથી થયેલો નફે કંપનીને મળવો જોઈએ. તેમાં તેને ખાનગી સંબંધ હોય નહીં એટલે તેને કંઈ પણ આપવું નહીં એમ કંપનીએ ઠરાવ કર્યો હતો. પણ એથી ઉલટું પિતાની જાગીરની આવક વિના અડચણે પિતાને મળ્યા કરે અને તેમાં બીજે કેઈ વાધ લાવે નહીં એવી તજવીજ અગાઉથી કરી મુકવા ક્લાઈવને વિચાર હતે. આ હેતુથી જ તેણે સને 1765 માં હિંદુસ્તાન આવતાં બાદશાહની સર્વોપરી સત્તા કબૂલ કરી, તેની પાસેથી કંપનીને માટે દીવાની તથા પિતાને માટે જાગીર મેળવી, અને તત્સંબંધી સ્વતંત્ર લેખી ઠરાવ કરાવી લીધા. પરંતુ તેની આ વ્યવસ્થાથી કંઈપણ ફાયદો ન થતાં અનેક નવીન ભાંજ ગડે ઉત્પન્ન થઈ અને કંપનીને નાણું સંબંધી નુકસાન ખમવું પડવું એમ ઘણુંક લેખકોનો અભિપ્રાય છે. * * બંગાળામાં શરૂ થયેલી આ રાજ્યવ્યવસ્થાને કેટલાક તરફથી ડબલ–ગવર્નમેન્ટ " એટલે " બેવડી રાજ્યવ્યવસ્થા " એવી સંજ્ઞા આપવામાં આવે છે, કેમકે લશ્કર અને વસુલ એ બે બાબતોની જવાબદારી અંગ્રેજોએ પિતાની પાસે રાખી હતી, અને ન્યાયપૂર્વક ટંટાને નિકાલ કરી રૈયતનું રક્ષણ કરવાનું કામ નવાબે માથે લીધું હતું. આવી રીતે વહેંચાયેલી સત્તાને લીધે દેશ ઉપર ભવિષ્યમાં ભયંકર અનર્થ ગુજર્યા, અને રૈયતની સ્થિતિ ઘણી કફોડી થઈ પડી. જ્યાં સુધી અંગ્રેજોને વસુલાત નિર્વિને આવતી ત્યાં સુધી અધિકારીઓ રૈયત ઉપર કેવો જુલમ કરે છે તે તરફ તેઓ લક્ષ આપતા નહીં. આવાં પરિણામ માટે કલાઈવ - ઉપર કેટલી જવાબદારી આવે છે એ એક મોટો સવાલ છે. બંગાળ પ્રાંત અંગ્રેજોએ એકદમ પિતાના તાબામાં લેવાની તેની સૂચના ઉપલા અધિકારી. * W. Bolt's Considerations on Indian Affairs Ch. VI.