________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 565 લાગણી બતાવતા હોય, તે પણ નવાબની તથા તેની વચ્ચે સહજમાં કલકત્તામાં સલાહ થઈ ગઈ. એ ઉપરથી પણ કિસનદાસને અંગ્રેજોની કરણી પસંદ પડી ન હોય એમ સ્પષ્ટ થાય છે. વળી અમીચંદને તેમણે વિના કારણે કેદ કર્યો હતે. નવાબ બંગાળાને રાજ્યકારભાર ચલાવતા હતા ત્યારે દરેક બાબતમાં તેની અવગણના કરવાનો અંગ્રેજોએ પ્રયત્ન કરવાથી કલકત્તા ઉપર સ્વારી કરવાની તેને જરૂર પડી. તેમણે યોગ્ય માર્ગે રંટ પતાવવાની ઈચ્છા દર્શાવી હતી તે તેમને દેશમાંથી હાંકી કહાડવાનો વિચાર નવાબને બીલકુલ સુઝતે નહીં. વળી કર્નાટકની માફક આ પરદેશી લોકોની મદદ સિવાય ખુદ આપણી સત્તા જોખમ રહીત નથી એ તે જાણતા હતા. નવાબ કલકત્તામાં આવી પહોંચ્યા પછી પણ અંગ્રેજોએ તેને સમજાવી લેવાનું અનુચિત ધાર્યું હત, તે કંઈ પણ નિકાલ કરી, વલંદા તથા કેન્ય લોકોને તેણે જેમ જીવતા જવા દીધા હતા તેમ એમને પણ જવા દેત. રાજ્યને માલિક હું પિત છું, અંગ્રેજોએ શિરજોર થઈ મારા ઉપર હકુમત ચલાવવી નહીં, એટલું જ જાહેર કરી પાછા ફરવાની નવાબની ઈચ્છા હતી. પરંતુ કલકત્તે આવતાંવાર જ્યારે અંગ્રેજોએ તેની સામે શસ્ત્ર ઉપડ્યાં, ત્યારે તે નાઈલાજ થશે. બે દિવસ લડાઈ ચાલી તેમાં અસંખ્ય પ્રાણની હાની તથા બીજું ભારે નુકસાન થવાથી, નવાબના કરતાં તેના સરદાર તથા સિપાઈઓ અંગ્રેજો ઉપર વિશેષ ગુસ્સે થયા. કેટલાક અંગ્રેજો નાસી જવા પછી પણ હલ તથા બીજા પાછળ રહેલાં માણસોએ લડાઈ બંધ કરી નહીં. સર્જના તેઓને નવાબની રૂબરૂમાં અભણવામાં આવ્યા ત્યારે તેમના ઉપર વેર લેવાની અથવા તેમને હેરાન કરવાની ઈચછા હેત તેમને એકદમ કાપી નાંખવાને તે હુકમ આપતું. એમણે દારૂ પી તેફાન કર્યું ન હતું તે તેમને અટકાવમાં રાખવાને પણ પ્રસંગ કદાચજ આવત, અને બીજે દીને તેણે જેમ બીજાઓને મરજી પ્રમાણે જવું હોય ત્યાં જવા દીધા, તેમ કદાચિત વેટસ, હૈધેલ વગેરે મુખ્ય મુખ્ય માણસને પિતાના કબજામાં રાખી બાકીનાઓને છોડી દીધા હતા. સ્ત્રી છોકરાઓને તે અડક્યો પણ નથી એટલા ઉપરથી તેના મનમાં વેરભાવ નહોતે એ