________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જો. બે ત્રણ ખુબસુરત અંગ્રેજ સ્ત્રીઓ નવાબના હાથમાં સપડાઈ હતી, પણ તેમને સુરાજે પિતાની પાસે નહીં રાખતાં છોડી દીધી. ઢાકાની વખારમાંથી કડ તથા માલ મળી ચૌદ લાખનો અવેજ તેને મળે. આ બનાવને લીધે અંગ્રેજોને એકંદર નુકસાન સુમારે પંચાણું લાખનું થયું હોય એમ અડસટ્ટો કરવામાં આવ્યો છે. એ સિવાય તેમને વેપાર અટકી પડ્યો એ જુદું. ખાનગી વેપારીઓને બે કરોડનું નુકસાન થયાનું કલાઈવે ઈગ્લડ લખી મે કહ્યું હતું. કલકત્તાના કિલ્લામાંથી નવાબને ઉપર કહેલા પચાસ હજાર સિવાય બીજું કંઈ પણ મળ્યું નહીં. આ સઘળી ગડબડમાં અંગ્રેજોનાં સ્ત્રી છોકરાઓને બીલકુલ ત્રાસ પહોંચ્યો નહીં, અને તેમનાં પુષ્કળ સ્ત્રી છોકરાંઓ મરણ પામ્યાના લેખ ખોટા કરે છે. અંધારી કોટડીના આ પ્રકરણ માટે નાના પ્રકારના તર્કવિતર્ક થાય છે, છતાં અદ્યાપિ ખરી હકીકત લેકે સારી પેઠે સમજી શક્યા નથી, એ ઉપરથી તે સંબંધી સર્વ પક્ષનાં મન કેવાં અને કેટલાં ઉશ્કેરાઈ ગયાં હતાં એ વ્યક્ત થાય છે. બનેલી હકીકત ખરી છે એમ કે મળી આવેલા પુરાવાથી નિઃસંશય સાબીત થાય છે, તો પણ તેમાં કેટલાક અંગ્રેજ લેખકએ આ બાબતમાં તવારીખના સત્યમાં નાટકના ઠાઠનું સ્વરૂપ દાખલ કર્યું છે એમાં સંશય નથી. કોઈ પણ બીનાને ખોટું મહત્વ આપવાથી ઐતિહાસિક સત્ય દબાઈ જાય છે તથા કાર્યકારણભાવ અદશ્ય થાય છે, એમ લઈ મેલ જેવા વિદ્વાન ગ્રંથકાર પિતાના ટીકાગ્રંથમાં લખે છે, તેવુંજ કંઈ આ અંધારી કેટરીના બનાવના સંબંધમાં બન્યું હોય એમ લાગે છે. આ પછી કલાઈવ જેવા અંગ્રેજોએ જે કંઈ પણ મહત્વ વિનાનાં કામે કર્યા, તથા અમાનુષ અપહારબુદ્ધિ પ્રગટ કરી તેનું સમર્થન કરવા માટે અંગ્રેજ લેખકે આ બનાવનું અતિશયોક્તિ ભરેલું વર્ણન આપે છે, અને પાછળથી થયેલા બનાવો ન્યાયી હતા એમ બતાવવાને અથાગ મહેનત કરે છે એમ લાગ્યા વિના રહેતું નથી. એકંદર હકીકતને શાંત મને વિચાર કરતાં આ બનાવ અંગ્રેજોએ જાણી જોઈને પિતાના ઉપર વહેરી લીધું હતું એમ કહેવું પડે છે. દરેક બાબતમાં તેમણે નવાબને વિનાકારણું ખીજવ