________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. સ્પષ્ટ થાય છે. પરંતુ કેદ થયા પછી પણ અંગ્રેજોએ બહારની મગરૂરી બતાવવાનો પ્રયત્ન કરવાથી તા. 20 મી જુનની રાતને ભયંકર પ્રસંગે તેમણે પિતા ઉપર વહેરી લીધે એમ કહી શકાય. નવાબના અધિકારીઓએ આ કામમાં વધારે દક્ષતા રાખવી જોઈતી હતી, પણ આખો દિવસ લડવામાં તેમનાં પાંચ સાત હજાર માણસો માર્યા ગયાં હતાં, અને રાતના જે તે સુવાની તથા ખાવાપીવાની તજવીજમાં રોકાવાથી, રાતોરાત ગમે તેમ આ ફાનીઓને બંદોબસ્તમાં રાખવા તથા અજવાળું થયા પછી બીજે વિચાર કરવાનું દરેક જણ ગ્ય માનતું હતું. વળી તેમને કબજામાં રાખવા લાયક જગ્યા સહજમાં કેમ મળે? મસાલે લઈ જગ્યા જોઈ તેમાં મજબૂત દેખાઈ તે ખાલી તેઓએ પસંદ કરી. ખુલ્લામાં અંગ્રેજો છ મહિના રહ્યા, તે દરમિયાન ત્યાંથી તેમને હાંકી કહાડવાનું નવાબથી બને તેમ હતું, પણ તેણે તેમ કર્યું નહીં એ ઉપરથી પણ તેમને પિતાના રાજ્યમાંથી બહાર કહાડવાને નવાબને વિચાર બીલકુલ નહેતે એમ સિદ્ધ થાય છે. વેર લેવાનું તેના મનમાં હેત તે તેમ કરવાની તેનામાં શક્તિ તથા સવડ બને હતાં. અંગ્રેજો લડીને નાસી ગયા હતા તે કલકત્તા નવાબના હાથમાં જાત નહીં, અને માલમતાનું જે નુકસાન થયું તે થાત નહીં. મુકરર થયેલા કરાર પ્રમાણે તેઓ ચાલે એટલી જ નવાબની ઈચ્છા હતી; જે તેઓ એમ વર્યા હતા તે કલાઈવના ખરાબ કામને ટેકે મળત નહીં અને હવે પછીની રાજ્યકાન્તિ આટલી ઝડપથી થઈ ન હેત. 8. કલકત્તા અંગ્રેજોએ પાછું મેળવ્યું (તા. 2 જી જાનેવારી, ૧૭૫૭)-કલકત્તા પાછું મેળવવા માટે અંગ્રેજોએ શી તજવીજ કરી તે હવે આપણે જોઈએ. છેક તથા કન્સિલરો પૂલ્ટામાં આવ્યા પછી તરતજ તેમણે કલકત્તા પડવાની હકીકત મદ્રાસ મોકલી, અને એ ખબર હાલ ઇંગ્લંડ મેકલવી નહીં; કિલ્લે પાછો સર કર્યા પછી બેઉ હકીકત સામટી જણાવવામાં આવશે. આથી આ પ્રસંગની હકીકત હિંદુસ્તાનની બહાર કેઈએ મોકલી જ નહીં. આ સંબંધમાં હૉલ્વલે મોકલેલા બે ત્રણ પત્ર ઉપલબ્ધ છે. તેને પહેલે પત્ર જુલાઈ તા. 18 મીને, બીજે ઑગસ્ટનો તથા ત્રીજો