________________ 494 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. પણ સાથે એને વિશ્વાસ હોય છે એ ભારે કચવાટ થરૂ થ હતા. પરિણામમાં તેના ઉપરથી દેશીઓને વિશ્વાસ ઉઠી ગયો એટલું જ નહીં પણ ‘ન્ય સરકાર પણ તેનાથી કંટાળી ગઈ આવા માણસના દુશ્મનો ઘણું હોય છે એટલે તેઓએ પણ આવેલી તકનો લાભ લઈ ડુપ્લેને પાછો બોલાવી લેવા ડાયરેકટરને ભંભેર્યા. કંપનીને મળતું સરકારી ટકે છે થતા પિતાના વહિવટની ખરી સ્થિતિ છુપાવી રાખવા ડુને જરૂર લાગી હતી; પરંતુ હિંદુસ્તાનમાં કંપનીને દસ લાખ રૂપીઆનું કરજ થયાનું જ્યારે ફ્રાન્સમાં જાહેર થયું ત્યારે તેને કામગીરી ઉપરથી પાછો બોલાવી લેવાનો ઠરાવ થયો. આમ થવાનું બીજું કારણ એ હતું કે આ દેશમાંના અંગ્રેજોએ તેની વિરૂદ્ધ પુષ્કળ ફરીઆદ પિતાની સરકારને લખી મોકલી હતી. “ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને વેપાર એ આખા અંગ્રેજ રાષ્ટ્રને વેપાર છે. કૃષ્ણ નદીની દક્ષિણ તરફને સઘળે પ્રદેશ પિતાના તાબામાં લેવાને ડુપ્લેને હેતુ હેવાથી, તે હિંદુસ્તાનમાંથી જાય નહીં તે આપણું તેમજ એકંદર અંગ્રેજ રાષ્ટનું અતિશય નુકસાન થશે. માટે ખુદ ફ્રેન્ચ સરકાર સાથે ખટપટ કરી ડુપ્લેને પાછો બોલાવી લેવાની તજવીજ કરવી.” આ ઉપરથી અંગ્રેજ સરકારે ફ્રાન્સ સાથે સંદેશા ચલાવ્યા હતા. ફ્રેન્ચ લેકોને તે સમયે પૈસાની તાણ હોવાથી, તેઓની યુદ્ધ કરવાની હોંસ મંદ પડી ગઈ હતી. આથી બન્ને દેશોએ અગાઉની વેપારી વ્યવસ્થા શરૂ કરી દેશીઓને માંહોમાંહેની તકરારમાં મદદ કરવાનું છેડી દેવાનો બેઉ સરકારે ઠરાવ કરવાથી કેન્ટ કંપની તરફથી અંગ્રેજો સાથે ભાંજગડ કરી હિંદુસ્તાનમાંના ટંટાનો નિકાલ કરવા માટે તેણે પિતાના પ્રતિનિધિને લંડન મેકલ્યો. ત્યાં અંગ્રેજ કંપનીને એકજ આગ્રહ હતું કે “સર્વ ટંટાનું મૂળ પુણે હોવાથી તેને પાછો બોલાવી લેવા સિવાય હિંદુસ્તાનમાં શાંતિ થવી શક્ય નથી. અનહદ મહત્વાકાંક્ષાના જેમમાં તે સઘળાઓને લડાવી મારતો હતો.” ખરું જોતાં દુશ્મને તરફથી આવો આરોપ થયેલ હોવાથી કેન્ય કંપનીને તે કબૂલ કરવાને કંઈ કારણ નહોતું. વળી ડુપ્લે સ્વદેશનું હિત સંભાળતા હતા કે સ્વાર્થી થઈ પોતાની સ્થિતિ મજબૂત કરતા હતા તેને કંપનીએ પિતે વિચાર કરવાનું હતું. શત્રુ તરફથી આવેલી