________________ પ્રકરણ 18 મું.] કેન્ય, નિઝામ અને મરાઠા. ૪૯પ સૂચના પિતાનાં અહિતની હશે એવી શંકા સુદ્ધાં ફ્રેન્ચ વકીલને આવી નહીં. અંગ્રેજ વકીલેએ સત્યતાને ડેળ ચડાવી જે કંઈ વાત હિમતથી પ્રતિપાદન કરી તે સઘળી ફ્રેન્ચ લેકેને ખરી લાગી. કેન્ચ વિચારમાં આ ફેરફાર કંઈ એકદમ થયે નહોતે ધીમે ધીમે પ્રસંગ અનુસાર રાષ્ટ્રીય મત બદલાઈ ગયો હતું. આ સંદેશા ચાલતા હતા તેવામાં હિંદુસ્તાનમાં તહ થયાની ખબર ડુપ્લે તરફથી આવી હેત, એટલે, મદ્રાસ આગળ ચાલેલી તકરારમાં મહમદઅલ્લી વિષેને અંગ્રેજોને આગ્રહ કબૂલ કરી ડુપ્લેએ સંધિ કરી હતી તે ભવિષ્યનાં સઘળાં સંકટ ટળી જાત, અને તેને પાછો બોલાવવાની જરૂર રહેતી નહીં. વળી બે વર્ષ દેશમાં શાનિત રહેવાથી સામ્રાજ્ય સ્થાપવાને વિચાર પરિપકવ કરી તે પાર પાડવાને ફુલેને વખત મળત. કર્નાટકના બદલામાં ઉત્તર સરકારને પ્રાંત ડુપ્લેને મળતાં, બુસીએ તે તાબામાં લીધે હેત તે બે વર્ષ ત્યાંની યોગ્ય વ્યવસ્થા કર્યા પછી બંગાળ પ્રાંત કબજે કરવામાં તેને અડચણ પડતે નહીં. કલકત્તાની અધારી કેટરીના બનાવ પછી સુરાજ-ઉદ-દૈલાએ કેન્ચ લેકની મદદ માંગી હતી, તે વેળા ઉત્તર સરકારમાંથી ફેન્ચ લશ્કર સહેલાઈથી મોકલી શકાતે. એમ થતાં પ્લાસીની લડાઈનું પરિણામ કંઈ નિરાળુંજ આવતે, અને કદાચિત કલકત્તાને બદલે ચંદ્રનગર આબાદ થતાં ફ્રેન્ચ લેકેનું રાજ્ય હિંદુસ્તાનમાં સ્થપાયું હતું. પણ આ સઘળા સંજોગે ડુપ્લેની હઠને લીધે બગડ્યા એમ કહેવું પડે છે. એટલું છતાં લંડનમાં ચાલેલા સંદેશાને પરિણામે રેન્ચ વકીલે ડુપ્લેને એકદમ પાછો બોલાવી લેવા કબૂલ કર્યું નહીં. ત્યાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે અંગ્રેજ તથા કેન્ચ તરફને અકેક અધિકારી હિંદુસ્તાન મેલ, અને તે બેઉએ મળી સઘળા પ્રશ્નને નિકાલ કરે. એ પ્રમાણે ફ્રેન્ચ કંપનીએ ગેદે ( M. Godeheu) ને હિંદુસ્તાન મોકલ્યો, પણ અંગ્રેજોએ યુક્તિ કરી નવા માણસને ન મોકલતાં સેંડર્સને એ બાબત સર્વ અધિકાર આવે. આમ થવાથી ડુપ્લેને પક્ષ તદ્દન નરમ પડી ગયો. દે પૂર્વે ચંદ્રનગરમાં રહ્યો હતો, ત્યારે તેણે ડુપ્લે સાથે અત્યંત વિશ્વાસુપણુથી વતી