________________ 386 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. મોકલવાનું નકકી થતાં લિવરપુલ વિભાગ તરફથી પાર્લામેન્ટમાં બીરાજતા વિલિઅમ નૅરિસ ( William Norris) ને “સર” ને ખિતાબ આપી વાર્ષિક 20,000 રૂપીઓને પગારે અહીં મોકલવામાં આવ્યો. તેની સાથે એક સેક્રેટરી, એક શસ્ત્રવૈદ્ય, એક ઉપાધ્યા તથા મોટે રસાલો હતો, અને સઘળાને ઉચે પોશાક આપવામાં આવ્યો હતો. ઈસ્ટ ઈડીઆ કંપની ને આ ગેઠવણું રૂચી નહીં એટલે તેણે પણ પિતાને પ્રતિનિધિ મોકલવા ઠરાવ કર્યો પરંતુ તે પ્રમાણે કંઈ અમલ થયો નહીં. સર નૌરિસ સને 1699 ના સપ્ટેમ્બર માસમાં હિંદુસ્તાન આવ્યો ત્યારે તેણે કયે બંદરે ઉતરવું એ બાબત પ્રશ્ન ઉઠયો હતો પરંતુ જન પિટ વિના કારણે કરેલા વિશેષ આગ્રહથી તે છેવટે મચ્છલિપટ્ટણમાં ઉતર્યો. મોગલ બાદશાહ તે વેળા મહારાષ્ટ્રમાં હોવાથી તેની મુલાકાત લેવા માટે મુંબઈ ઉતરવું તેને માટે સગવડ ભર્યું હતું. કારણ દેશમાં ચાલતી લડાઇને લીધે થઈ રહેલા ગડબડાટમાં મચ્છલિપટ્ટણથી પગરસ્તે મહારાષ્ટ્ર લગી આવવું ઘણું કઠણ હતું. પણ નરિસને ઠાઠમાઠ કરવાની ઘણી હોંસ હતી; સંપૂર્ણ રસાલ સાથે લીધા વિના તે કદી બહાર નીકળતા નહીં; વખત વિચારી વર્તવાની બુદ્ધિ તેનામાં નહોતી. આગ્રહ કયારે કરે અને ક્યારે નહીં તે જેટલું સ્પષ્ટ સર ટેમસ રે સમજતા હતા તેટલું એ સમજતો હતા નહીં. પરંતુ તેના વિચાર પ્રમાણે સ્વારીની તજવીજ જોન પિટને હાથે ન થવાથી તેની તૈયારીમાં કેટલાક મહિના નીકળી ગયા. એટલામાં સર નિકેલસ વેઈટ તરફથી તેને સુરત બેલાવવા માટે ઉપરાચાપરી પત્રો આવવાથી સર નૅરિસ ત્યાં જવા નીકળ્યો. સાધારણ રીતે આ મુસાફરીને દેડ મહિને તે પણ ઠાઠમાઠથી જતાં તેને ત્રણ મહિના લાગવાથી સને 1700 ના ડીસેમ્બરમાં સુરત પહોંચ્યો. જાનેવારી માસમાં મોટા રસાલા સહિત તે બાદશાહને મળવા ગયા. ઔરંગજેબ એ વખતે મરાઠાઓને પન્નાળાનો કિલ્લો કબજે કરતો હતો એટલે નૌરિસ બાદશાહના દીવાન આસદખાન પાસે બ્રહ્મપુર ગયે. ત્યાં વાજાં વગાડતાં મોટી સ્વારી સાથે દીવાનની ભેટ લેવા તેણે આગ્રહ ધરવાથી આસદખાને તેની મુલાકાત લેવા ના પાડી એટલે તે પન્નાળા તરફ વળ્યો. ત્યાં બાદશાહે તા. ૨૮મી એપ્રિલે