________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટંટ. 385 ઈગ્લેંડમાં ઇસ્ટ ઇન્ડીઆ કંપનીનીજ સત્તા ગમે તેટલી નરમ પડી ગઈ હતી તે પણ હિંદુસ્તાનમાં તેનો અધિકાર કેટલે મે હતો તેની લિટલાનને કલ્પના પણ નહોતી. આવતાં વાર જ ઇસ્ટ ઇન્ડીઆ કંપનીના કરે પિતાની જગ્યા પટાપટ ખાલી કરી તેને સોંપશે એવી તેને આશા હતી. વળી કંપનીની જગ્યાએ આવ્યા પછી તેણે કરેલું કરજ આપવું નહીં પણ સઘળો નફે લઈ લેવા આપણે મુખત્યાર છીએ એ ઠરાવ તેણે કર્યો હતો. પરંતુ બી લિટલટનના ગભરાવવાથી દબાઈ નહીં જતાં તેના પત્રને જવાબ પણ વાળ્યો નહીં, અને વિશેષમાં તેને હુકમ કાઈએ માન્ય કરે નહીં એવું પિતાના અમલદારોને જણાવવા એક જાહેરનામું કહાડયું. આથી લિટલટન ઘણું ઉશ્કેરાઈ ગયો, પણ તે કંઈ કરી શક્યો નહીં. તેની સાથેનાં ઘણુંખરાં માણસ મરી જવાથી આપોઆપ તેનો ગર્વ ઉતરી ગયે. બાદશાહના ફરમાનની નકલો તેને જોઈતી હતી તે પણ બીઅડે આપી નહીં. મદ્રાસમાં જૈન પિટ અને થોમસ પિટની આવીજ જોડી હતી. થોમસ પિટ વિશે આપણે અગાડી વાંચી ગયા છીએ; તેજ આ વેળાએ ફર્ટ સેન્ટ જેને ગવર્નર હતે. જન પિટ તેને કુટુંબી હતે. સને 1699 ને જુલાઈ માસમાં તે મદ્રાસ આવ્યું ત્યારે ચૅમસે તેને સલામી નહીં આપવાથી તેને મિજાજ બગડી ગયે. બીઅર્સની માફક થોમસે પણ પિતાના નોકરને હુકમ ફરમાવી જૈનની સત્તા નહીં સ્વીકારવા જણાવ્યું હતું, પરંતુ તેની પણ ફજેતી થતાં ગુસ્સાના આવેશમાં તરફડીઆ મારી આખરે તે સ્વસ્થ બેઠે. ૪સર વિલિઅમ નરિસની દરમિયાનગિરી (સને ૧૯૯૯૧૭૦૨)-સને 1698 માં ઇગ્લિશ ટ્રેડીંગ કંપનીની સ્થાપના વખતે પાર્લામેન્ટ કરેલા ઠરાવમાં એક કલમ એવી હતી કે, મેગલ દરબારમાં કંપનીના વેપાર બાબત યોગ્ય વ્યવસ્થા કરવા માટે ઇંગ્લંડના એક પ્રતિનિધિને તેણે પિતાને ખરચે આગ્રામાં રાખવો, કે જેથી કિલ્લા વગેરે બાંધી લશ્કર રાખવાનું પ્રયોજન રહે નહીં. પહેલાં આ બાબત કંઈક વિરૂદ્ધતા બતાવવામાં આવી, પણ આખરે નવી કંપનીની સ્થાપના પછી પ્રતિનિધિ