________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે . 387 તેને રૂબરૂમાં મુલાકાત આપી. સુદૈવથી બાદશાહે તેની સઘળી હઠ ચાલવા દીધી, અને તરતજ ત્રણે ઈલાકામાં વેપાર કરવા માટે ફરમાન આપવાનું કબૂલ કર્યું. પરંતુ એ ફરમાન તૈયાર થતાં અનેક અડચણો ઉપસ્થિત થઈ. યુરોપિઅન પ્રજાને આ દેશમાં વેપાર કરવાનું ફરમાન આપતાં ઔરંગજેબે તેમાં એક એવી સરત દાખલ કરી હતી કે પશ્ચિમ કિનારા ઉપરથી મકે જતાં મુસલમાન યાત્રાળુઓનાં વહાણેનું તેમણે સંરક્ષણ કરી ચાંચી લેકને ઉપદ્રવ તેને નડે નહીં એમ કરવું. આ સરત અન્વયે કામ કરવા માટે દરેક પ્રજા વાસ્તે અમુક હદ બાદશાહે ઠરાવી હતી, અને તે ગોઠવણ મુજબ સુરતથી રાતા સમુદ્ર સુધી વલંદા લેકએ, ઈરાની અખાત ઉપર ફ્રેન્ચ લેકોએ અને દક્ષિણ કિનારા ઉપર અંગ્રેજ લેકાએ પહેરે મુકવાનો હતો. આ પહેરાનું કામ અત્યાર સુધી બરાબર નહીં ચાલવાથી, અને તેને લીધે યાત્રાળુઓને ઘણે ત્રાસ પડવાથી બાદશાહ ગુસ્સે થઈ ગયો હતો. એજ સંધીમાં સુરતથી સર નિકેલસ વેઈટ બાદશાહને જણાવ્યું હતું કે જે અંગ્રેજોને સુરતમાં વેપારની સવળતા કરી આપવામાં આવે તે મુસલમાન યાત્રાળુઓનાં વહાણેનું સર્વ ઠેકાણે રક્ષણ કરવા તેઓ તૈયાર હતા. બાદશાહને આથી વધારે શું જોઈએ? તેણે એકદમ આ વાત કબુલ કરી તેવા પ્રકારનું ફરમાન કહાડવા હુકમ કર્યો. પણ નૈરિસને એવું ફરમાન જોઈતું નહોતું. વેઇટે કબલ કરેલી ગોઠવણ તેને ના કબૂલ હતી; તેને યાત્રાળુઓનું રક્ષણ કરવાની કબૂલાત આપ્યા સિવાય વેપારની સવળતા મેળવવી હતી. આ બાબત વેઈટ સાથે તે ચડભડી પડવાથી પરવાનગી મેળવવાના કામમાં ઢીલ પડી. યાત્રાળુઓનું રક્ષણ કરવાની ફરજ અંગ્રેજોને માથેજ નાંખવા વલંદા લેકે પણ આતુર હતા. એ હકીકતમાં જાણી જોઈને સઘળું જોખમ એકલી પિતાની કંપની ઉપર વહોરી લેવા નરિસની ઈચ્છા નહોતી, અને કદાચ એવી ગોઠવણ તેણે કબૂલ કરી હતી તે તે અમલમાં મુકવા તે જાતે અશક્ય હતું. તે પોતાની સાથે ચાર લડાયક વહાણ લાવ્યો હતો, પણ તે ઉપરના અધિકારીઓ અને તેની વચ્ચે અણબનાવ થવાથી તેઓ તેને હુકમ માન્ય કરતા નહીં. આવી રીતે પડેલી ઢીલનો લાભ લઈ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને પ્રતિનિધિ