________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. સમુદ્ર ઉપર જતો. કાસ્પિયન સમુદ્રની ઉત્તર અને દક્ષિણે એ માર્ગના ફાંટા, જતા, અને તે બન્ને કાળા સમુદ્ર ઉપર મળતા. આ માર્ગ પૈકી એશિઆ માઈનરમાં થઈને જતે વચલે રસ્તે ઘણેજ પ્રાચીન હતે. હિંદુસ્તાનનાં વહાણો કિનારે કિનારે ઈરાનના અખાતને ઉત્તર છેડે જઈ ત્યાંનાં બંદરમાં આ દેશનો માલ વેચતાં. યુક્રટિસ નદીના મુખ આગળને પ્રદેશ જેને પ્રાચીન કાળમાં ખાછીઆ કહેતા, ત્યાંનાં બંદરે થી એ માલ ભરી ઊંટની વણઝારે ઉત્તર તરફ રેતીનાં મેદાનમાં થઈ પશ્ચિમ તરફ વળી પાલમાયરા ઉર્ફે તાડમુર આવતી, અને ત્યાંથી આગળ નૈરૂત્ય કેણમાં ડમાસ્કસ તરફ જતી. એ માર્ગના ડમાસ્કસ આગળથી બે ફાંટા પુટતાઃ એક સીધે પશ્ચિમ તરફ સમુદ્ર કિનારે જતે; ત્યાં ટાયર, સીડેન, એકર, આસ્કલન વગેરે પ્રાચીન શહેરો હતાં. બીજે કાંટે દક્ષિણ તરફ વળી પેલેસ્ટાઈનને કિનારે કિનારે ઈડૉમ પ્રાંતમાં થઈ મિસર દેશમાં દાખલ થતે; અહીં રાતા સમુદ્ર ઉપરને રસ્તે એને મળતા. પ્રાચીન કાળના વેપારને મુખ્ય રસ્તો આ વચલે માર્ગ હતે. ઉત્તર તરફને રસ્તે હિમાલયના ડુંગરની પશ્ચિમ ભારતમાંથી બહાર પડી મધ્ય એશિઆમાં ઓક્સસ નદી ઉપર જતા, ત્યાં હિંદુસ્તાનથી જતી જણસે અને ચીન દેશમાંથી આવતો રેશમી માલ વગેરે એકઠાં થતાં. એ રેશમી કાપડને ચીનના પશ્ચિમ ભાગમાંથી પગ રસ્તે એસ નદી લગી આવતાં એંસીથી સે દિવસ થતા. અહીંથી એ સઘળે માલા કાળા સમુદ્ર ઉપર લઈ જવા માટે બે માર્ગ હતા. એક કાસ્પિયન સમુદ્રની દક્ષિણ બાજુએ, અને બીજો તેની ઉત્તર બાજુએ હતે. એ સિવાય કાસ્પિયન સમુદ્ર ઉપર થઈને તેમજ કેટલીક નદીઓ માર્ગે એ માલ અગાડી લઈ જવામાં આવતું. હાલમાં કાસ્પિયન સમુદ્રના પશ્ચિમ કિનારા ઉપર બાકુ નામનું શહેર છે ત્યાંથી કાળા સમુદ્રના પૂર્વ કિનારા ઉપર આવેલા બામ શહેર લગી રશિઅન આગગાડીને રસ્તે છે તેજ ઘણું કરીને પૂર્વના વેપારને માર્ગ હતું એમ કહેવામાં હરકત નથી. આ રસ્તા ઉપર ટિકિલસ શહેર આવેલું છે.