________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. હિબ્રુ વગેરે અનેક પરાક્રમી રાજ્યો વચ્ચે આજ ફાયદા માટે લડાઈઓ થતી હતી.* કેમકે વેપારના રાજમાર્ગ જે દેશના તાબામાં આવતા તે ઘણો આબાદ તે. અર્વાચીન કાળમાં પણ ચંગીઝખાન, તૈમુરલંગ વગેરે પરાકમી પુરૂષનું લક્ષ આ વેપારી લાભ તરફ વિશેષ દેરાયું હતું. ટૂંકમાં, હમણુની માફક પ્રાચીન કાળમાં પણ દેશની ધનસંપન્નતા વેપારી લાભ ઉપરજ અવલંબી રહી હતી. ૨પ્રાચીન વેપારના રાજમાર્ગ–ઈગ્લેંડ દેશ પૃથ્વી ઉપરના ભૂપ્રદેશની વચમાં ને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલ છે. આ બે ભૂગલિક કારણને ફાયદે તે દેશને ઘણે મોટે થાય છે. ત્યાંથી દક્ષિણ તરફ થઈ પૂર્વ તરફ કિનારે કિનારે જતાં ઠેઠ ચીનાઈ સમુદ્ર લગી આઠ દશ હજાર માઈલને સમુદ્ર કિનારે એકસરખે લાગતું હતું. આ કિનારા ઉપર વેપારનાં મોટાં મોટાં અનેક બંદરો આવેલાં હોવાથી, નિરનિરાળી હવામાં ઉત્પન્ન થતી અનેક ઉપયોગી ચીજોની આયાત નિકાસ આ સઘળાં બંદરેમાં થઈને ચાલતી. હિંદુસ્તાન અને તેની પૂર્વે આવેલા બેટે અપાર સંપત્તિવાન હોવાની વાત ઘણા પ્રાચીન કાળથી પાશ્ચાત્ય રાજ્યોને માલમ હતી, પણ પર્વીય રાજ્યોને પાશ્ચાત્ય રાજ્યોની કંઈ પણ માહિતી નહોતી. વેપારી ચીજોની આયાત નિકાસ જુદાં જુદાં રાજ્યના તાબા હેઠળ હેવાથી અમુક ઠેકાણુની કોઈ એકાદ ચીજ ઉપરથી એક રાજ્યને બીજું રાજ્ય સાથે ઓળખાણ થતી. સુવેઝની સંગિભૂમિને લીધે રાતા સમુદ્રમાં થઈને ભૂમધ્ય સમુદ્રમાં જવાને લીધે માર્ગ ન હોવાથી પૂર્વના વેપાર માટે બે રસ્તા હતા. એક ઈરાનના અખાતને ઉત્તર છેડે જઈ જમીન ઉપર યુક્રટિસ નદીને કિનારે કિનારે એશિઆ માઈનરમાં થઈને જવાને, અને બીજો રાતા સમુદ્રને ઉત્તર કિનારે ઉતરી જમીન માર્ગે મિસર દેશમાં થઈને ભૂમધ્ય સમુદ્ર ઉપર આવવાને. આ સિવાય એક ઉત્તર તરફ એક ત્રીજો માર્ગ હતે. એ માર્ગ હિંદુસ્તાનની ઉત્તરેથી નીકળી મધ્ય એશિઆમાં ઍસસ ઉર્ફે અમુદર્યા નદીને કાંઠે કાંઠે કાસ્પિયન સમુદ્ર ઉપર આવી કાળા * એ ઝગડાની હકીક્ત બાઈબલ વગેરે પુસ્તકોમાંથી મળી આવે છે. - - -