________________ 184 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ગર હોય એમ વલંદાઓને લાગ્યું. તેના વાળમાં તેણે કંઈ જાદુ ભરી રાખ્યું નથી એની ખાતરી કરવા તેઓએ તેની હજામત કરાવી નાંખી તેના ઉપર ફરીથી પ્રયોગ ચલાવ્યું. તેમણે તેના પગ, હાથ તથા કણ ઉપર અને કાખમાં મીણબત્તીએ ડામ દઈ શરીરમાંનું માંસ બહાર ખેંચી કહાડયું. આ જખમે તેઓ ધેવા દેતા નહીં, તેમ તેના ઉપર ઔષધોપચાર પણ કરતા નહીં, એટલે આખરે તેમાં કીડા પડી સર્વાગે દુર્ગધ ઉઠતી. આવી કુર વર્તણુક ચલાવ્યાનું વલંદા ન્યાયાધીશે કબૂલ કરતા નથી; માત્ર મેઘમમાં છેડે ઘણે જુલમ કર્યાનું જ તેઓ કહે છે. પણ ત્યાં હાજર રહેલાના હોંડામાંથી ખરી હકીકત બીલકુલજ બહાર આવી નથી. પ્રથમ તે તેઓ ગુન્હેગારના હાથ ઉલટાવી નાંખી દરવાજા ઉપર પક્ષીઓની પેઠે તેને લાંબા ટાંગતા, પછી મહેડું ઢંકાઈ જાય તેમ ગરદન લગી રૂમાલ બાંધી તે ઉપર ધીમે ધીમે પાણી નાંખ્યા કરતા. આથી તેમનું શરીર સુજી બે ત્રણ ગણું મોટું થઈ જતું, અને આંખમાંના ડોળા નીકળી પડતા હોય તેમ દેખાતા. ટુંકામાં જીવ ગુંગળાઈ જઈ શરીર ફાટી જવા જેવી ગુ. ગારની સ્થિતિ થતી. વળી તેને ટાંગ્યા પછી તેની હેઠળ દેવતા સળગાવી તેને અસહ્ય દુઃખ દેવામાં આવતું. આવા અસહ્ય તથા ઘાતકી જુલમમાંથી અરાઢ અંગ્રેજોમાંથી કોઈ પણ જીવતું રહેવા પામ્યું નહીં. આવી ભયંકર સ્થિતિમાં અંગ્રેજો હતા ત્યારે સઘળાઓને જાવા ચાલ્યા જવાને આગ્રહ કરનારે પત્ર ત્યાંના પ્રેસિડન્ટ તરફથી આવ્યું. ગવર્નર પ્યુર્ટે કબૂલ કર્યું છે કે આ પત્ર તેના વાંચવામાં આવ્યું હતું તે છતાં પણ તેણે વધુ કેર વર્તાવ્યો. હવે પછીની વ્યવસ્થા ડચ કાયદા પ્રમાણે કરવાની હતી પણ તેમ કંઈ થયું નહીં. વલંદાઓના વકીલે પકડાયેલા ગુન્હેગારને ફાંસીની શિક્ષા કરવા માટે ન્યાયાધીશ પાસે અરજ કરતાં તા. 23 મી ફેબ્રુઆરીએ કેટલાકને છોડી મુકી બાકીનાઓને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવી. ખાનગી મસલતથી થયેલી આ ગોઠવણની રૂએ એ સમયે એમ્બેયનામાં નહીં હતા તેવા સઘળા અંગ્રેજોને છોડી દેવામાં આવ્યા. બીજા ત્રણના નામની ચીઠીઓ કહાડી તેમને મરછમાં આવે તેવી સજા કરવા માટે