________________ 183 પ્રકરણ 7 મું. ] વલંદા લેકની હકીકત. નામના અંગ્રેજ હજામે વચન આપ્યું હતું. દારૂના ઘેનમાં ગેરકાયદે વર્તન કરવા માટે આ હજામ આ વખતે કેદમાં હતું. 15 મી ફેબ્રુઆરીએ ગવર્નરે તેની જુબાની લઈ ઉપર મુજબની કબૂલાત ઉપર જોરજુલમથી સહી કરાવી લીધી. આ સઘળી હકીકત અંગ્રેજોને માલમ પડી ત્યારે 500 માણસનાં લશ્કર અને 8 વહાણે સામે 18 આસામી કિલ્લે લે એ કેવળ અસંભવિત લાગવાથી તેઓ એ બાબત બેફીકર રહ્યા. તે પણ ડચ ગવર્નરે લીધેલા પુરાવાને ઉપયોગ કરી અંગ્રેજ કારભારી ટેવરસન (Towersen) અને તેની સાથેનાં સત્તર માણસને બેડી પહેરાવી કેદ કર્યા. કાયદેસર તપાસ શરૂ થતાં અંગ્રેજોની વખારમાંથી અથવા કોઈ પણ પાસેથી એક લીટીને પણ પુરા મળે નહીં, ત્યારે પ્રથમ બોમંટ અને જોન્સન નામના બે જણાને વલંદાઓ આગળ લાવ્યા. બેસંટને બહાર દિવાનખાનામાં બેસાડી તેઓ જોન્સનને અંદરની ઓરડીમાં લઈ ગયા. ત્યાંથી જોન્સનનાં આજીજીપૂર્વક કલ્પાંતનો સાદ આવતે બોમંટે સાંભળ્યો. એક કલાક પછી જોન્સન આખા શરીર ઉપર દાઝી ગયેલ અને સોરાઈ ગયેલે બહાર આવ્યો. એડવર્ડ કેલિસે સઘળું કબૂલ કરવાથી તેના ઉપર જુલમ થયો નહીં, પણ તેને પહેલાં તે કેટલુંક દુઃખ ખમવું પડયું હતું, અને વધુ દુઃખ અટકાવવા માટે જ તેણે સર્વ કબૂલ કર્યું હતું. આ પ્રમાણે શરૂ થયેલી ક્રુરતા તથા જંગલીપણું તા. 15 મીથી 23 મી સુધી ચાલ્યાં. જુલમમાંથી બચવા માટે જ લાચાર અંગ્રેજો વલંદાઓ કહેતા તે સઘળું કબૂલ કરતા પણ તરતજ જાહેર કરતા કે “અમે આ બધું ખોટું જ કહ્યું છે. જેન વેલને ચાર વખત વલંદાઓએ ઊંધે માથે લટકાવ્યું, પણ શું કહેવું તે તેને સમજ પડે નહીં, કેમકે તેઓ શું પુરવાર કરવા મથતા હતા તેની તેને ખબર નહોતી. આખરે પહેલા સાક્ષીની જુબાની તેને વાંચી સંભળાવવામાં આવી ત્યારે તેની આંખ ઉઘડી અને તેણે સર્વ બાબતની હા કહી. “મારે શું લખવું અને શું બલવું તે મને કહે કે તે પ્રમાણે હું કરું, એવું પ્રત્યેક અંગ્રેજ કહેતો. * જૈન કલા એટલે તે જુલમ સહન કર્યો કે એ કોઈ ભૂત કીંવા જાદુ