________________ 185 પ્રકરણ 7 મું. ] વલંદા લેકની હકીકત. બટેવિઆના ગવર્નર જનરલ પાસે મોકલવામાં આવ્યા. ટૉવરસને પિતાને થયેલા અન્યાય વિશે એક બીલના ખુણા ઉપર લખેલું એક વાક્ય મળી આવ્યું છે. “હું સઘળી રીતે નિરપરાધી છું. પરમેશ્વર મારા શત્રુને ક્ષમા કરે અને મને તમારા કૃપા છત્ર હેઠળ લઈ લે. " આવા બીજા અનેક પુરાવાઓ ગુપ્ત રીતે લખેલા જાહેર થયા છે. તા. 26 મી ફેબ્રુઆરીએ કિલ્લાના દિવાનખાનામાં ટૌવરસનને શિક્ષા મેળવવા માટે લાવ્યા પછી તેને એક ઓરડીમાં પુરવામાં આવ્યું, પણ ત્યાં તેણે કંઈ પણ કબૂલ કર્યું નહીં, બીજા ઘણુકેની પણ એવી અવદશા થયા પછી તે રાતના સઘળાઓને પ્રાર્થના કરવા પરવાનગી આપવામાં આવી. દસ અંગ્રેજ, નવ જાપાનીઝ અને એક પાર્ટુગીઝને શહેરમાં ફેરવી ફાંસીની જગ્યાએ લાવવામાં આવ્યા. તે સ્થળે લેકિનાં એક મોટાં ટોળાં સમક્ષ તે સઘળાને શિરચ્છેદ થયે. બાકીનાઓને બટેવિઆ મોકલી દેવામાં આવ્યા, અને એ પ્રમાણે મસાલાના ટાપુમાં અંગ્રેજોની કારકિદી પુરી થઈ. 5, વેર લેવા તરફ બેદરકારી એઓયનાની કતલ તથા તે ઉપરથી ઉપસ્થિત થયેલા રાજકીય પ્રશ્ન બાબત અંગ્રેજી ભાષામાં એટલા બધા ગ્રંથ તથા લેખ લખવામાં આવ્યા છે, કે યુરોપના રાજકીય ફેરફારમાં આવા નાના પ્રશ્નને આટલું મહત્વ મળ્યું એ સહજ આશ્ચર્ય લાગે છે. એયનાના ભયંકર બનાવનું વેર લેવાનું કામ અનેક કારણોને લીધે ઢીલમાં પડયું. એ હકીક્ત ઈગ્લડ પહોંચતાંજ પંદર મહિના નીકળી ગયા. (મે 1624). પ્રથમ તે કેઈએ કંઈ ખરૂં માન્યું નહીં, પણ જ્યારે પુરાવા સાથે સઘળી બાબત બહાર આવી ત્યારે કંપનીએ એ હકીકત રાજા આગળ મુકી. રાજાએ એકદમ વેર લેવા ઠરાવ કર્યો. પણ એજ પ્રસંગે સ્પેનના રાજા સાથે જેમ્સ રાજાને અણબનાવ થયો હતો, અને હોલેન્ડને એલચી તહ કરવા માટે લંડન આવ્યો હતે. આવા સંજોગોમાં જેમ્સ રાજા તથા તેની કન્સિલે બનેલ બનાવ ભૂલી જઈ વલંદા રાજ્યના એલચી પ્રત્યે સ્નેહ બતાવી તેને ખુશ કર્યો. આથી “રાજા કેવો મેટા મનને છે ! તેણે એમ્બેથનામાં ગુજરેલા ઘાતકીપણા માટે એક શબ્દ પણ કહાડયો નહીં,”