________________ 128 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ધિકારીઓની ઈચ્છા હોત તો તેઓએ મુસલમાનોને પ્રબળ થવા દીધા હતા નહીં. વિજયનગરના રાજાએ પૂર્વ કિનારા ઉપરના પોર્ટુગીઝના સેન્ટ ટીમે નામના મથક ઉપર એક વખતે હલ્લે કર્યો હતો, ત્યારથી તેની પ્રત્યે પોર્ટુગીઝને અભાવ થયો હતો, અને કદાચ તેથી જ તેને મદદ કરવામાં તેઓ પછાત રહ્યા હશે. સને 1568 માં વાઈસરોય તરીકે આવેલા લુઈ એથેડ (Louis Athaide) ને હિંદુસ્તાન આવતાં જ તાલિકેટની લડાઈનું પહેલું પરિણામ ભેગવવું પડયું. મેળવેલી ફત્તેહથી ફુલાઈ જઈ વિજાપૂરના આદિલશાહે એક લાખ લશ્કર તથા બે હજાર ઉપર હાથી લઈ ગવા ઉપર સ્વારી કરી. આ પ્રસંગે પોર્ટુગીઝ વિરૂધ ઘણુક રાજાઓએ એકત્ર થઈ તેમને આ દેશમાંથી હાંકી કહાડવા મનસુબે કર્યો. સને 1570 માં ગવા ઉપર ઘેરે પડે ત્યારે લડાઈમાં કામ લાગે તેવાં માત્ર 700 માણસે જ તેમાં હોવાથી પાદરી તથા અનેક પરદેશીઓની મદદ લઈ એથે લશ્કરમાં આસરે બે હજાર માણસોની ભરતી કરી. આ નાની અને બીનકેળવાયેલી કેજે દસ મહિના સુધી આદિલશાહના હુમલાની કંઈ દરકાર કરી નહીં તે ઉપરથી પોર્ટુગીઝનાં શૌર્ય તથા દ્રઢનિશ્ચયની વાખવાખી આખા દેશમાં ફેલાઈ ઘેરે નિષ્ફળ જવાથી તથા આખરે આદિલશાહ તથા તેને લશ્કર અત્યંત હેરાન થવાથી તેને મેવા આગળથી ચાલ્યા જવાની જરૂર જણાઈ. આજ સમયે મલાક્કા ચલ અને કૅલિકટ પાસેના શોલેમાંથી પોર્ટુગીઝોએ પિતાના શત્રુ એને મારી હઠાવ્યા. તે પછી એથેડે મલબાર કિનારા ઉપર સ્વારી કરી સઘળા શત્રુઓને પરાજય કર્યો; વિશેષમાં હનાવરના રાજાએ ગોવાના ઘેરામાં આદિલશાહને મદદ કરેલી હોવાથી તેણે હાનાવર શહેર બાળી નાખ્યું, અને ત્યાં ભયંકર કહેર વર્તાવ્યું. સને 1571 માં આવેલા એન્ટનીઓ ડ નેરના પૂર્વે થઈ ગયેલા અધિકારીઓ જેવો હશીઆર તથા ચાલાક નહોતો. આફ્રિકાના કિનારાથી મલાક્કા પર્યતને દરિઆ કિનારાને સઘળો પ્રદેશ એકજ અમલદારના તાબા હેઠળ હોવાથી તેની યોગ્ય વ્યવસ્થા રાખવામાં અડચણ પડવા લાગવાથી પોર્ટુગલ દરબારે આ વિશાળ અધિકાર