________________ પ્રકરણ 5 મું. ] હિંદુસ્તાનમાં પિટુગીનું રાય, 129 ના ત્રણ કકડા પાડી નાંખ્યા. એડનથી સિલેન સુધીને વલી મુખ્ય પ્રદેશ ગોવાના તાબા હેઠળ મુકી ત્યાંના અમલદારને વાઈસરોયની પદવી આપી. સિલેનથી મલાક્કા સુધીને પૂર્વ તરફનો ભાગ બીજા અધિકારીને સપી તેની બેઠક મલાક્કામાં રાખી, અને આફ્રિકાનો સઘળે પૂર્વ કિનારે ત્રીજા અધિકારીને સેંપી મઝાંબિકમાં તેનું મુખ્ય થાણું બનાવ્યું, મિઝબિકમાં રહેલા અધિકારીએ આફ્રિકાના પૂર્વ તરફના પુષ્કળ મુલકની તપાસણી કરી નવી નવી શોધ ચલાવી. સને 1573 માં એન્ટાનિઓ બેરે ગેવાન અધિકારી થયે ત્યાર પછી ૧પ૭૬ થી ૧પ૭૮ સુધી ડીઓગે ડ મેનેઝીસે કારભાર ચલાવ્યું, અને 1578 થી 1581 સુધી ડોમ એડ બીજી વખત વાઈસરૉય થયો. એથેડ સને 1581 માં ગાવામાંજ મરણ પામે. એને આગલે વર્ષે એટલે 1580 માં યુરોપમાં કૌટુમ્બિક સંબંધને લીધે પોર્ટુગલ તથા સ્પેન એકજ રાજાના અમલ હેઠળ આવવાથી હિંદુસ્તાનમાંના પોર્ટુગીઝ કારભારને જુદું જ વલણ મળ્યું, અને તેને અહીંના ઇતિહાસને પ્રથમ ભાગ પુરે થયો. 5. સૈને 1580 થી ૧૬૧ર સુધીની હકીકત–સ્પેન અને પાર્ટગલના સંયુક્ત મુલકને પહેલે રાજા બીજે ફિલિપ હતો. એણેજ સને 1588 માં ઇંગ્લંડ ઉપર એક અછત આરમાર મોકલી રાણી ઈલીઝાબેથ સાથે લડાઈ કરી હતી, અને હિંદુસ્તાનમાંના સઘળા પિોર્ટુગીઝ અમલદારે પાસેથી પિતે લીધેલું રાજ્યપદ કબૂલ કર્યા વિના સોગન લેવાડ્યા હતા. એની તરફથી નીમાયેલા ગોવાના વાઈસય માસ્કરીનાએ સને 1581 થી 1584 પર્યત કારભાર કર્યો તે દરમિયાન મુસલમાન સામે તેને ચોલ બંદરનું રક્ષણ કરવું પડયું હતું. એની પછી આવેલા વાઈસરૉયના વખતમાં હિંદુસ્તાનમાં કંઈ પણ જાણવા જેવા બનાવો બન્યા નહીં. દમણ, દીવ, વસઈ વગેરે બંદરનું રક્ષણ કરવામાં, સિલેન, મલાક્કા વગેરેમાં સ્થપાયેલાં થાણાને મદદ કરવામાં, તથા એવાં બીજાં અનેક કામમાં વાઈસરોયને વખત નિર્ગમન થતું. આ અરસામાં ડચ વેપારીઓ ધીરે ધીરે હિંદી મહાસાગરમાં આગળ આવવા લાગ્યા, એટલે પોર્ટુગીઝ વેપારમાં પાછળ