________________ 118 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ભેટ બક્ષિસ આપી ઉત્તેજન આપત. એની ટુંક કારકિર્દીમાં એણે આવાં ચારસો લગ્ન કરાવી આપ્યાં હતાં. આ પ્રમાણે હિંદુસ્તાનમાં રહેનારી ખ્રિસ્તી પ્રજા ઉત્પન્ન કરી સ્વધર્મને પ્રસાર કરવાની એક નવીન રીત આલ્બકકે અમલમાં મુકી હતી, પણ તેની પછીના અધિકારીઓને એ પસંદ પડી નહોતી. આબુર્કે આવા વિવાહ કરવામાં વધારે સુગમતા કરી આપેલી તે પણ ખ્રિસ્તી ધર્મને પ્રસાર આ દેશમાં જોઈએ તેવો થયો નહીં, એટલા ઉપરથી હિંદુ ધર્મની દ્રઢતા સ્પષ્ટ જણાય છે. દેશીઓની ચાલાકી તથા તીવ્ર બુદ્ધિ આબુક પારખી શક્યો હતો, તેમને માટે તેણે નિશાળે સ્થાપી હતી, અને તેમનું એક લશ્કર પણ તૈયાર કર્યું હતું. હિંદુસ્તાનમાંના રાજ્યકારભારને ખર્ચ અહીંના ઉત્પન્નમાંથી કરવાનો હોવાથી, અહીંની પ્રચલિત ગ્રાય વ્યવસ્થા સ્વીકારી તેણે ગોવા અને મલાક્કામાં ટંકશાળો સ્થાપી ત્યાં પોર્ટુગીઝ રાજાના નામના નવા સિકકા પાડયા. ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે એણે જે ભારે ખટપટ ઉપાડી હતી તે જોરજુલમથી સ્વધર્મ સ્વીકારવા હિંદી લેકેને ફરજ પાડવાનું જે ઘાતકી કામ પોર્ટુગીઝ અમલમાં હવે પછી થયું, તેની શરૂઆત જ હતી. દેશી રાજાઓને માંહોમાંહેને વેરભાવ પોર્ટ ગીઝોનાં ઉત્કૃષ્ટ જહાજ તથા તપ, તેઓનું અપ્રતિમ શૌર્ય, અને આબુ કર્કનું પિતાનું ડહાપણ એ સઘળાંને લીધે જ પોર્ટુગીઝ અમલ હિંદુસ્તાનમાં ચાલુ થયો હતો. આબુકર્ક મરણ પામે ત્યારે મઝથી સિલેન સુધી સર્વત્ર શાંતિ હતી. ખંભાત, ચલ, ડાભેલ, ગેવા, હોનાવર, ભટકળ, કાનાનુર, કોચીન વગેરે ઠેકાણું તેમજ એ હદમાંના રાજાઓ તથા જમીનદાર સઘળા પિોર્ટગીઝના માંડળિક હોવાથી આરબી સમુદ્ર ઉપર પગીનાં વહાણો બીનહરકત કરતાં હતાં. સિલેનથી મલાઝા પર્વતના કિનારા ઉપરના મોટા મેટા રાજાઓએ પિર્ટુગીઝ સાથે મિત્રાચારીના કેલકરાર કર્યા હતા, ચીન, જાવા અને પેડુના રાજાઓ પણ તેમના સ્નેહી હતા. આ સઘળું કરનાર મહાન આલ્બકકે જ હતોઅને એજ આખા પેર્ટુગીઝ અમલમાં ખરેખર મુત્સદી પુરૂષ થઈ ગયો હતે.