________________ પ્રકરણ 4 થું. 3. પર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 117 મંઝ, ગેવા, સિલેન, મલાક્કા ઈત્યાદી ઠેકાણું તાબે કરવા માટે તે ઘણે જ આગ્રહી હતા. સુભાગે તે સમયના પરાક્રમી મુસલમાની રાજાએ, રૂમસામને સુલતાન પહેલે સલીમ, ઈજીપ્તને સુલતાન અને ઈરાનને શાહ ઈસ્માઈલ એ સઘળા માંહોમાંહે લડતા હતા. જે તેઓ એકમત હત તે હિંદી મહાસાગરમાં પોર્ટુગીઝ સર્વોપરી થયા હતા નહીં. સર્વ મુસલમાન પોર્ટ ગીઝ સાથે એકજ ધોરણે કદી વર્યા નહીં, અને તેથી જ આબુકર્ક અનેક પ્રસંગે તેમની તરફ ક્રર થયો હતો એમ તેને ચરિત્રકાર કહે છે. મુસલમાનોને વેપાર ડુબાવવા પોર્ટુગીઝોએ ક્રમે ક્રમે અનેક યુક્તિઓ લડાવી પોર્ટુગીઝ અમલદારોની લેખી પરવાનગી વિનાનાં જે વહાણો રાતા સમુદ્ર પાસે વેપાર માટે જતાં આવતાં મળે તેને એકદમ પકડી લૂંટી લેવાને અથવા બાળી નાંખવાને ઉદ્યોગ કેટલાંક વર્ષ ચાલ્યા પછી એવા પરવાના કોઈને આપવા નહીં એ પ્રમાણે કર્યું. ત્રીજી યુક્તિ નાકાંઓ ઉપર કિલ્લા બાંધવાની હતી. આટલે લગી રાજા ઈમૈન્યુઅલ, આલ્પીડા અને આબુક એકમત હતા. પણ એથી અગાડી જઈ હિંદુસ્તાનમાં પોર્ટુગીઝની સત્તા હમેશ માટે રહેવી જોઈએ એવો આગ્રહ કરનાર માત્ર આબુકર્ક હતું. આ અમલ બેસાડવા માટે તેણે નીચેની ચાર ભિન્ન યોજના ઘડી કહાડી હતી:– (1) દરીઆ ઉપરનાં નાકાનાં બંદરે જીતી લેવાં; (2) દેશી સ્ત્રીઓ સાથે પોર્ટુગીઝ પુરૂષનાં લગ્ન કરાવી આપી અમુક પ્રદેશમાં તેમનાં વસાહત કરવાં; (3) કિલ્લા બાંધવા, તથા (4) કેટલાક હિંદી રાજાઓ સાથે તહ કરી તેઓને પિર્ટુગલના માંડળિક બનાવવા. આ પૈકી બીજી યેજના સિવાય બાકીનાનું વિવેચન ઉપર આવ્યું છે. એ ઉપાય કંઈક વિચિત્ર હોવાથી તેનું પરિણામ પણ તેવું જ આવેલું આજે આપણી દ્રષ્ટીએ પડે છે. પિર્ટુગીઝ અને હિંદી એવી બે ભિન્ન પ્રજા વચ્ચે લગ્નને પ્રઘાત પાડી ઉત્પન્ન કરેલી વટલેલ ખ્રિસ્તી પ્રજા જ્યાં ત્યાં ફરતી આપણે જોઈએ છીએ તેની શરૂઆત આબુકર્કેજ કરી છે. આવું બીજી કોઈ પણ યુરોપિઅન પ્રજાએ કર્યું નથી. ગાવા જીત્યા પછી આલ્બકર્ક મુસલમાનોની કતલ કરી ત્યારે તેમની અનાથ વિધવાઓને તેણે પિોર્ટ ગીઝ પુરૂષો સાથે પરણાવી દીધી. આવા લગ્નમાં તે જાતે હાજર રહેતે, અને