________________ 116 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. તેની અગાઉના વહાણવટીઓએ કરી હતી. રાજ્યવિસ્તારની કલ્પના આબુકર્કની હતી. એ પછી ધર્મપ્રસારના વિચારો ઉદ્વવ્યા, અને તેને લીધેજ પિોર્ટુગીઝની સત્તાને લય થયો. વલંદા, અંગ્રેજ વગેરે લેકેના શરૂઆતના વિચાર આમાંની પહેલી બે બાબત ઉપર ઘેરાઈ રહ્યા હતા; ધર્મનું મહત્વ તેમને લાગેલું નહીં. આભેડાના વખત સુધી વેપાર વધારી પોતાની કોઠીઓ સ્થાપવાની ખટપટ ચાલી હતી, પણ કિનારા ઉપરનાં નાકામાં સ્થાને તાબામાં લઈ ત્યાં કિલ્લા વગેરે બાંધી હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપ્યા વિના વેપાર યથાસ્થિત ચાલશે નહીં, એ વિચારને પરિણામે રાજ્યને પાયે નાખવાનું કામ આબુકર્કનું હતું. એ રાજ્યને કંઈક ભાગ અનેક રાજ્યક્રાન્તિમાંથી પસાર થઈ અદ્યાપિ પણ ટકી રહ્યા છે. ખ્રિસ્તી ધર્મને ફેલાવો એશિયામાં કરવાની કલ્પના પહેલવહેલી પોર્ટુગીઝની હતી. સોળમા સૈકામાં ઈગ્લેંડ અને હોલેન્ડે ઉપાડેલાં કામમાં ધર્મને સમાવેશ થયે હતું નહીં. પોર્ટુગીઝને પણ શરૂઆતમાં એ હેતુ નહતો, અને કૅલિકટ વગેરે અન્ય સ્થળે તેમના વેપારને પ્રતિબંધ નડે ન હેત તે કદાચ રાજ્ય સ્થાપનાની પણ તેમને જરૂર પડતે નહીં. આબુકર્કની એવી ખાતરી થઈ હતી કે, જે જગ્યા વેપાર માટે યોગ્ય અને ઉપયુક્ત હોય તે પૂર્ણપણે આપણા તાબામાં હેયા સિવાય વેપાર ચલાવી શકાય નહીં. પિતાને વેપાર વધારવા કાજે પોર્ટુગીઝોએ મુસલમાનોને એકહથ્થી વેપાર નાશ કર્યો. આ આબતમાં તેમણે કરેલું કામ વિશેષ મુશ્કેલ હતું. કારણ તે સમયનાં અપૂર્ણ સાધન વડે હિંદુસ્તાન આવવાને માર્ગ શોધી કહાડ, અને આફ્રિકાથી સુમાત્રા પયેતના વિશાળ પ્રદેશમાંના મુસલમાનેનો ઉછેદ કરવો એ કંઈ નાનું સરખું કામ નહતું. પરંતુ આ સઘળું ખુદ પોર્ટુગલના રાજાએ હાથમાં લીધેલું હોવાથી પાર પડયું. આગળ ઉપર વલંદાઓએ તથા અંગ્રેજોએ ઉપાડેલું કામ કેવળ વ્યક્તિવિષયક ખાનગી કંપનીનું હતું, અને તેમાં રાજાને અથવા આખા દેશને કંઈ લાગતું વળગતું નહોતું. પિગીઝ રાજા ઈમેન્યુઅલને લક્ષમાં ખરી સ્થિતિ બરાબર ઉતરી હતી. મુસલમાનોને વેપાર બંધ કરવા માટે એડન, સેકેટ્ટા,