________________ 114 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ [ભાગ 3 જે. ગાદી મળતાં તે ત્યાં ચાલ્યો ગયો. પછી ગોવાના કિલ્લામાં ભરાઈ બેઠેલા પિગીઝ અમલદારે પલાદખાન ઉપર હલે કર્યો, પણ તેમાં તેને જ પરા" જય થયો અને તે માર્યો ગયો. અવારનવાર થતી ઝપાઝપીથી પિલાદખાન ગવા કબજે કરી શકતું નથી એવું જોઈ વિજયનગરના દરબારે રસુલખાન નામના બીજા એક બહાદુર સરદારને ત્યાં મોકલ્યો. પણ પિલાદખાન અને રસુલખાન વચ્ચે તકરાર થવાથી, રસુલખાને પોર્ટુગીઝની મદદ લઈ પિલાદખાનને ગવામાંથી મારી હઠાવ્યો. પિલાદખાન ત્યાંથી નીકળી ગયા પછી રસુલખાન પોર્ટુગીઝની સામા ઉઠશે. એ સરદાર કિલ્લાને ઘેરો ઘાલતો હતો તેજ વખતે આબુકર્ક મલાક્કાથી આવી પહોંચ્યા, અને પર્ટુગલથી પણ સારી મદદ આવી લાગી. સઘળું લશ્કર એકઠું કરી રસુલખાનની સામા તે લડ્યો અને ગોવા કબજે કર્યું. રસુલખાન સઘળું છોડી દઈ વિજાપૂર પાછો ફર્યો. ગોવામાં જે લેકે એને જઈ મળ્યા હતા તેની આબુકર્કે ઘણી ભયંકર અવદશા કરી. આ બનાવ સને 1512 માં બન્યો. આ પ્રમાણે ગોવાને લીધે અનેક સંકટ પિર્ટુગીઝ ઉપર આવતાં હોવાથી તે છોડી દેવું અને માત્ર વેપાર પુરતી તજવીજ કરવી એવું પિ ગલના રાજા તરફથી આબુકને લખાઈ આવતાં, એણે તેને જે ઉત્તર આપ્યો તેમાં આ ધૂર્ત મુત્સદીએ સ્વદેશીઓનાં સર્વ ધોરણનું સ્પષ્ટરીતે પ્રતિપાદન કર્યું છે. તેણે એવું લખ્યું છે કે “એકલા ગવામાં પોર્ટુગીઝોએ વિજય સંપાદન કરવાથી તેમને અમલ જેટલો દ્રઢ થયો છે તેટલે ગમે તેટલા કાફલા લાવતાં પણ તે નહીં. સમુદ્ર ઉપર આપણી સત્તા બેસવી અત્યંત અવસ્યની છે. જે દરીઆ ઉપર એક પણ હાર થઈ તે હિંદુસ્તાનમાં આપણને ક્ષણભર કોઈ રહેવા દેનાર નથી. આજે ગોવા આપણી પાસે હેવાથી ગમે તેવી સત્તા આપણે ભોગવીએ છીએ. આટલા દિવસ અમે ગેવાનું રક્ષણ કરી તેને ટકાવ કર્યો છે તેથી જ આપણું બળ લેકેએ જોયું છે. ગુજરાત, કૅલિકટ વગેરેના રાજાઓ અમારી સાથે દોસ્તી બાંધવા ઉત્સુક થયા છે. દરીઆ કિનારા ઉપર મજબૂત કિલ્લા બાંધી અનેક થાણુઓ આપણે તાબામાં લીધા સિવાય માત્ર આરમારથી આપણું સંરક્ષણ થવાનું