________________
ૐકાર વિજ્ઞાન
૬૧
કરીએ છીએ તેનું કારણ કે, આપણું મન ઉપર કહ્યા તેવા ભાવ ધારણ કરી શકતું નથી. દાખલા તરીકે અમુક માણસ આપણા તરફે અન્યાય ભરેલું વર્તન કરે છે, તે આપણે પણ તેના બદલે લેવા તૈયાર થઈએ છીએ અને તે પ્રમાણે કર્યા વગર આપણને નિરાંત થતી નથી. એનુ કારણ એ છે કે આપણ. મન નિ ળ છે, અને તે આપણા કાબૂમાં નથી. આપણે તેને રોકી શકતા નથી. આથી કરીને મન તે પ્રાણી, પદાથ તરફ દ્વેષના રૂપમાં વહેવા લાગે છે, અને તે દ્વારા આપણી અધી શક્તિ ક્ષીણ થઈ જાય છે. આપણા મનની અદર તિરસ્કાર અથવા ખીજાનું અશુભ કરવાની વૃત્તિરૂપી પ્રતિક્રિયા ઉત્પન્ન થતાંની સાથે જ આપણી શક્તિને ક્ષય થવા લાગે છે અને જો આપણે એવા અશુભ વિચારને અથવા ધિક્કાર ભરેલા. કાર્યને અથવા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાના વિચારને રોકી શકીએ તે તેમાંથી શુભ પરિણામ આવે તેવી શક્તિ પેદા થાય છે અને આપણા કલ્યાણ માટે તેને સંચય થવા માંડે છે. તેનું નામ સંયમ છે. આવી રીતે સંયમ કરવાથી આપણને નુકક્ષાન કાંઈ પણ નહિ થતાં ઊલટો આપણી કલ્પનામાં ન આવે એટલેા બધા લાભ આપણે મેળવીએ છીએ. આપણે જ્યારે, જ્યારે પણ ધિક્કાર અથવા ક્રોધની વૃત્તિને દુખાવી દઇએ છીએ, ત્યારે, ત્યારે આપણા લાભાથે આપણે શુભ શક્તિના સંચય કરીએ છીએ. એ શક્તિ આગળ જતાં આપણામાં ઊંચા પ્રકારની શક્તિમાં પરિણત થાય છે. કારના જપથી મને ખળ વધવાથી આપણી સંયમ શક્તિ પણ વધે છે. એ સાધકાએ અવશ્ય ધ્યાનમાં રાખવું.