________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પરમાત્માને મનસા, વાચા, કર્મણ આત્મસમર્પણ ક્યથી મન દેઢ તથા સ્થિર થાય છે અને મનોબળ વધે છે; સાધક અવસ્થામાં સર્વને જ્ઞાનતંતુની ચંચળતાને અનુભવ થાય છે, પરંતુ તે તરફ ધ્યાન ન આપતાં સાધન કયે જ જાઓ. સાધનના પ્રભાવે એ બધાં વિદને દૂર થશે અને તમારું આસન સ્થિર થશે. એ વિદનેના નિવારણ કરવા માટે એક તત્ત્વના અભ્યાસની આવશ્યકતા છે. થોડા સમય સુધી કઈ પણ એક ઇષ્ટ મંત્રના જપને અભ્યાસ કરવાથી અત્ તે મંત્રમાં વારંવાર મનને જોડવાથી, ઉપર જણાવેલાં વિદને દૂર થાય છે.
આ ઘણે સામાન્ય ઉપદેશ છે. એક જ પ્રકારનુ મંત્રજપનું સાધન બધા માટે અનુકૂળ ન હોય તેથી સર્વ કઈ પિતાના ઈષ્ટદેવના મંત્રને જપ કરી શકે છે. મળ મુદ્દે તે મનની એકાગ્રતા સાધવાને છે.
સાધકે નીચે લખેલ ચાર ભાવનાઓને જીવનમાં કેળવવાની પરમ આવશ્યકતા છે. સર્વ જીવો પ્રતિ બંધુભાવ રાખવો, દીન-દુઃખી જનો પ્રત્યે કરુણાભાવ રાખવે, સજ્જન પુરુષોને સત્કર્મ કરતા જોઈને હર્ષિત થવું અને અસત્ પ્રવૃત્તિ કરનાર તરફ ઉપેક્ષા કરવી. આ પ્રમાણે જે, જે પ્રાણ, પદાર્થ કે વિષય આપણી આગળ આવી ચડે તેના પ્રત્યે ઉપર કહી તેમાંની એકાદ શુભ ભાવના પ્રમાણે વર્તવું. શુભ વિષયથી પ્રસન્ન થવું અને અશુભ વિષય તરફ ઉદાસીન વૃત્તિ રાખવી એમાં જ સાધકનું કલ્યાણ છે. અનેક પ્રકારના જુદા, જુદા પ્રાણ પદાર્થો તરફ આવી ભાવના રાખવાથી મન શાન્ત રહે છે. આપણે દરરોજ નાના પ્રકારના કેલાહલ અને અશાન્તિને અનુભવ