________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જપ ત્રણ પ્રકારના છે: “વૈખરી” (જેરથી બેલવા તે), ઉપાંશુ” (હઠના અવાજ સાથે કરવા તે) તથા “માનસિક” (મનમાં જપ કરો) માનસિક જપ અધિક શક્તિશાળી છે. વૈખરી જપ કરતાં માનસિક જપથી હજાર ગણો લાભ થાય છે. જે મન બહાર ભટકવા લાગે તો વૈખરી જપ કરવો. જપ ક્રિયા સ્વભાવિક બની જવી જોઈએ. સાત્વિક ભાવ, પવિત્રતા, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક જપ કરવા જોઈએ. પરમાત્માના નામ અને મંત્રમાં અચિંત્ય શક્તિ છે. પ્રભુના પ્રત્યેક નામમાં અનંત અદ્દભુત શક્તિ છે. કાર કે ગમે તે ઈષ્ટ મંત્રના જપથી મનને મેલા દૂર થાય છે, નિયમિત જપ કરનારાના પાપ દૂર થાય છે, તેનું મન નિર્મળ બને છે અને સાધક પ્રભુને સાક્ષાત્કાર કરવાનો અધિકારી બને છે. ચાર વાગે પ્રાતઃકાળે ઊઠે. બે કલાક સતત જપ કરે. એથી તમને અધિક લાભ થશે.
તર્ક કે બુદ્ધિવાદથી ઈશ્વરી મહિમા સ્થાપિત થઈ શકો નથી. પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા અને સતત નામ-જપ વડે ઈશ્વરને સાક્ષાત્કાર કરી શકાય છે. પ્રભુના નામ પ્રત્યે પૂર્ણ આદર અને શ્રદ્ધા રાખે. ચર્ચા કે તર્ક ન કરશે. હે માનવી! નામને આશ્રય લે. નામ તથા નામી અનન્ય છે. આ કળિયુગમાં જપ જ એક આસાન, સુગમ, નિશ્ચિત અને સુરક્ષિત માર્ગ છે. તે વડે પરમેશ્વરની પ્રાપ્તિ કરી, અમરત્વ અને શાશ્વત સુખ હાંસલ થઈ શકે છે.
નું કીર્તન, ના માનસિક જપ, તું ગાન તથા નું ધ્યાન મનને શુદ્ધ બનાવે છે અને તેના વિક્ષેપને દૂર