________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
૨૫
મત્રને અહીં પુણ્ય રૂપી શરીરને જન્મ આપનાર અને પેષણ કરનાર માતા તરીકે કહેવામાં આવેલ છે. આથી નમસ્કાર મહામ`ત્ર પ્રત્યે અહેાભાવ અને અધિક આદર પ્રગટે એ સહજ છે.
શેાધની–માતા જેમ પુત્રને જન્મ આપે છે અને પુત્રનુ પાલન-પાષણ કરે છે, તેમ પુત્રને સ્વચ્છ રાખવાનુ` કાય પણ માતા જ કરે છે. તેમ અહીંયાં પણ નમસ્કારમંત્ર જેમ પુણ્ય રૂપી શરીરને જન્મ આપે છે, અને તેનુ' પાલન-પોષણ કરે છે, તેમ તેને પવિત્ર રાખવાનુ` કા` પણ તે જ કરે છે, પુણ્ય રૂપી અંગને પવિત્ર રાખવાના અર્થ એ છે કે પુણ્યાનુબંધી પુણ્યને સાનુબ ંધ કરે છે. તેમાં પૌલિક આશ સાદિ (આશા, તૃષ્ણાદિ) દોષ રૂપી મલિનતા ન મળે તેની કાળજી રાખે છે. ઉત્તરોત્તર વધુ ને વધુ કુશલાનુબંધી બનાવી જીવની અધિક ને અધિક શુદ્ધિ કરે છે. અને શુદ્ધિની પરાકાષ્ઠાએ (આખર) અર્થાત્ મેાક્ષપદ સુધી પહેાંચાડે છે.
કુશલાનુબંધી પુણ્યને સ્વભાવ જ એવે છે કે તે ઉત્તરીત્તર અધિક, અધિક વિકાસમાં સહાયક અને છતા લૌકિક કીર્તિ આદિની આશંસા (આશા, તૃષ્ણા) અથવા પ્રાપ્ત ગુણસ્થાનકે પ્રત્યે આશ સાદિ દોષો આવી જવાનેા સંભવ છે, તેને દૂર કરી, આત્મવિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. જીવની સ`પૂર્ણ શુદ્ધિ કરે છે. નમસ્કાર રૂપી માતાની એ જ વિશેષતા છે કે તે પુણ્ય રૂપી અ ગનુ એવું પાષણ અને શેાધન કરે છે કે તેના પરિણામે જીવનની સંપૂર્ણ શુદ્ધિ આપેાઆપ થઈ જાય છે.