________________
૨૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
નમસ્કાર રૂપી માતા માત્ર પુણ્યાનુબંધી પુણ્ય રૂ૫ શરીરને જન્મ આપે છે, એટલું જ નહિ પણ પુણ્ય રૂપી શરીરનું પાલન-પોષણ પણ તે જ કરે છે. ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થયા પછી તેને સદુપયોગ કરવો એ જ એની પુષ્ટિ છે. નમસ્કાર મંત્રથી જે પુણ્ય બંધાય છે. તે કુશલાનુબંધી હોય છે. એ ઉત્તરોત્તર પુષ્ટ બનતું જાય છે અને પૂર્ણ વિકાસમાં પરિણમે છે.
નમસ્કાર મંત્રની રુચિ વિના પણ કદાચ ઊંચું પદ મળી જાય પણ તે પરિણામે લાભકારક બનતું નથી, કારણ કે નમસ્કારમંત્રની રુચિ વિના બંધાયેલ પુણ્ય, વિપાક (ફળ) કાળે જીવને આત્મભાન ભૂલાવી વધારે અંધકારમાં ધકેલી દે છે. નમસ્કામંત્રને રુચિપૂર્વક જે વિકાસ થાય છે, તેજ પરિણામે હિતકારક બને છે. આનું નામ જ સાચું પિષણ છે. નમસ્કાર ત્રિ, વસ્તુને મેળવી પણ આપે છે અને સદુપયોગ પણ તે જ કરાવે છે. માટે તે કુશલાનુબંધી પુણ્ય કહેવાય છે. આ કુશલાનુબંધી પુણ્યની સહાયતા વિના ઉત્તમ સામગ્રીને યોગ સુલભ નથી, તેમ તેની સહાયતા વિના ઉત્તમ સામગ્રીને સદુપયોગ સુલભ નથી. આત્મવિકાસના ઈચ્છુક ભવ્યાત્માઓને નમસ્કાર મહામંત્રથી પ્રાપ્ત થનાર કુશલાનુબંધી પુણ્યની સહાય વિના ચાલી શકતું નથી. ચેર અને હિંસક પ્રાણીઓ આદિથી ભરપૂર ભયંકર અટવીમાં સમર્થ માર્ગદર્શક જેમ અટવીનું ઉલ્લંઘન કરાવી ઈચ્છિત સ્થાને પહોંચાડે છે તેમ પુણ્યાનુબંધી પુણ્યરૂપી માગદર્શક પણ રાગદ્વેષ આદિ દોષ રૂપી - ચેર અને હિંસક શત્રુઓથી ભરપૂર ભયંકર ભવાટવીનું ઉલંઘન કરાવી ઈચ્છિત સ્થાન મેશનગરમાં પહોંચાડવામાં સહાયતા કરે છે. આ બધાનું મૂળ નમસ્કાર મહામંત્ર હેવાથી નમસ્કાર