________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
૨૩ બાળકની અવ્યક્ત અવસ્થામાં ઉપદેશ કારગત નીવડતો નથી પણ માતાના પ્રકૃતિગત સુંદર સંસ્કારોની અસર તેના જીવન ઉપર પડે છે. મોટે ભાગે તે વખતે મળેલા સારા-માઠા સંસ્કારે પ્રમાણે જ બાળકનું જીવન ઘડાય છે. અહિંસા પ્રેમી માતાના બાળકે સ્વભાવિક રીતે જ દયાળુ બને છે. ઉત્તમ બન્યા વિના ઉત્તમતાના સંસ્કાર આપી શકાતા નથી. આજ સુધીમાં અનેક મહાપુરુષની જગતને ભેટ મળી છે, તેના મૂળમાં જે તપાસવામાં આવે તો ઉત્તમ નરરત્ન તરીકેનું ઘડતર કરવામાં મુખ્ય ફાળો, ત્યાગ અને વાત્સલ્યની મૂતિ એવી માતાને અથવા માતા જેવું હૃદય ધરાવનારા પવિત્ર આત્માઓનો જણાયા સિવાય રહેશે નહિ. પિતાના સર્વસ્વના ભેગે માતા પુત્રનું પાલન કરે છે છતાં તેમાં એક બીજી વિશેષતા એ છે કે એને કદી એવો વિચાર સુદ્ધાં પણ આવતું નથી કે હું આમાં કંઈ ઉપકાર કરું છું. કદાચિત્ પુત્ર અગ્ય નીવડે તો પણ માતા પિતાના હૃદયમાં પુત્રના અવગુણને સ્થાન આપતી નથી, પણ તેની ઉન્નતિ કેમ થાય તેની જ અહનિશ ચિંતા કરે છે. આ હદય માતાને વર્યું હોય છે. અને તેથી જ નીતિ-માર્ગીનુસારીના ગુણેમાં વડીલવર્ગની ગણતરીમાં માતાને સૌથી પ્રથમ ગણવામાં આવેલ છે. માતાની આ બધી વિશેષતાઓ જગતને માન્ય છે. અને જેના દિલમાં જે વસ્તુની મહત્તા અંકાઈ ગઈ હોય, તેને તે પ્રસિદ્ધ દષ્ટાંત દ્વારા ઉપદેશ આપવાથી અલ્પ પ્રયાસે અપ્રસિદ્ધ વસ્તુ પણ સમજાવી શકાય છે. નમસ્કાર મહામંત્રને માતા કહેવામાં પૂર્વ પુરુષોએ એ જ રીતને અખત્યાર કરી છે. અહીં નમસ્કાર મંત્રરૂપી મ તાનો વિચાર કરવાનો છે.