________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પિતાની મેળે થાય છે. “વસ્ત્રને ઉજજવલ બનાવવું એ કાર્ય છે અને છેવાની ક્રિયા એ કારણ છે. દેવાની ક્રિયાથી જેમ વસ્ત્રમાં ઉજજવલતા આપોઆપ પ્રગટે છે, તેમ શુભ અનુષ્ઠાનેમાં સંલગ્ન રહેવાથી આત્મા રૂપી વસ્ત્રમાં પણ ઉજજવલતા. આપોઆપ પ્રગટે છે. આ બધા કાર્યોમાં સાધનની જ મહત્તા છે. એ સાધનનો આદર એ કાર્યોને જ આદર છે, અને સાધનને અનાદર, સાધનની ઉપેક્ષા કે સાધનમાં મધ્યસ્થતા એ કાર્ય પ્રત્યે અનાદર, ઉપેક્ષા અને મધ્યસ્થતામાં પરિણમે છે. મુમુક્ષુઓ માટે મેક્ષ એ સાધ્ય છે. એ વાત જેટલી નિશ્ચિત તેટલી જ એ મેક્ષ કુશલાનુબંધી પુણ્યની પુષ્ટિ વિના કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિ, એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. અને એ કુશલાનુબંધી અનુષ્ઠાનની પ્રાપ્તિ પરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર વિના થતી નથી, માટે અહીં પરમેષ્ઠિનમસ્કાર મંત્રને મોક્ષના અનન્ય કારણભૂત પુણ્યાનુબંધી, પુણ્યને જનન તરીકે કહેલ છે.
પાલની–પુત્રને જન્મ આપી દેવા માત્રથી માતાનું કર્તવ્ય. પૂરું થઈ જતું નથી. જન્મ આપવા કરતાં પણ પાલન-પોષણ કરવામાં વધારે જવાબદારી ઉઠાવવી પડે છે. આ બધી જવાબદારી માતા બરાબર અદા કરે છે. માતા પિતાનું સ્વત્વ આપીને-પિતાનું હીર આપીનેપિતાના સુખ, સગવડ, શાન્તિ અને સર્વસ્વના ભેગે પુત્રનું–પાલન કરે છે. માત્ર પાલન કરે છે એટલું જ નહિ પણ પિતાના જીવનમાં સુંદર સંસ્કારનુ સિંચન કરીને તે વાર ઉતારે છે. બાળકને હજારો ઉપદેશ જે અસર ન કરે તે અસર માતાનું શુભ આચરણ કરે છે,