________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
શુભ પિતાની મેળે જ ખસી જાય છે. કારણ કે તે સજજન મિત્ર જેવો છે. જરૂર હોય ત્યાં સુધી સહાયતા કરે અને જ્યારે જરૂર ન દેખે ત્યારે પોતાની મેળે દૂર થઈ જાય. એનું મુખ્ય કામ અશુભને દૂર કરવાનું છે. જેમ એરંડિયું પેટમાં ભરાયેલા જના મળને કાઢી પોતે પિતાની મેળે નીકળી જાય તેમ. આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય અશુભની રુચિ દૂર કરાવે છે, અને મેક્ષને અનુકૂળ ઉત્તમ વસ્તુઓમાં રુચિ, પ્રેમ કરાવી આપે છે. આવા કુશલાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરનાર નમસ્કાર મહામંત્ર હોવાથી તેને પુણ્યરૂપી શરીર ઉત્પન્ન કરનાર માતાની ઉપમા આપી છે. ખરી રીતે તે ઉત્તરોત્તર તેનાથી મેક્ષ જે મળે છે પણ અહીં સાધ્ય દશાને ગૌણ રાખી સાધન દશાને મુખ્ય બનાવી આ ફળ દર્શાવ્યું છે. આ ઉપરથી એમ પણ ફલિત થાય છે કે સાધ્ય કરતાં સાધનની મહત્તા જરા પણ ઓછી નથી. કાર્યસિદ્ધિના ઈચ્છુકને જેટલી કિંમત કાર્યની હોય છે, એટલી જ કિમત તેના સાધનની હોય છે. જે કારણ વિના કાર્ય થતું જ ન હોય તો કારણની ઉપેક્ષા એ કાર્યની જ ઉપેક્ષા છે અને કારણને આદર એ કાર્યને જ આદર છે.
જમીનમાં પાણીને પ્રગટ કરવું એ કાર્ય છે અને કૂવે ખોદવાની ક્રિયા એ કારણ છે. જે માણસ વાસ્તવિક કારણેનું આસેવન કરે છે, તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે. અને કારણેને અનાદર કરી તેનું સેવન ન કરે તે કદી પણ કાર્યસિદ્ધિ ન થાય. યોગ્ય ભૂમિમાં કૂ ખોદતાં, ખોદતાં જ જેમ પાણીની સરવાણ પિતાની મેળે પ્રગટે છે, તેમ શુભ અનુષ્ઠાનમાં મંડયા રહેવાથી આત્માની શુદ્ધિ રૂપી કાર્ય પણ