________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ઓતપ્રેત બનાવી દે. આ વાત દષ્ટાંતથી વિચારીએ. કઈ માણસને ભીંત ઉપર એક સુંદર ચિત્ર આલેખવાની ઈચ્છા થઈ. આ કાર્ય માટે પ્રથમ ભીંતને સાફ ને શુદ્ધ બનાવવી જોઈએ. ત્યારબાદ પિતાનું ચિત્ર તેમાં ઝબકી ઊઠે તે માટેના તમામ ઉપાયે કરવા પડે છે. એ બધું થયા પછી જ તેમાં આલેખેલું ચિત્ર પ્રતિષ્ઠાને થાય છે અહીં ત્રણ અવસ્થા થઈ પ્રથમ ભીંત ચિત્ર માટે અગ્ય હતી તે તેને પ્રયોગ દ્વારા
ગ્ય બનાવી તે તેની બીજી અવસ્થા અને તે ગ્ય બન્યા પછી જ તેમાં ચિત્ર પ્રતિષ્ઠાને પામ્યું એ તેની ત્રીજી અવસ્થા. આમાં વચ્ચે ચગ્ય ઉપાયો દ્વારા ભીંતને સાફ અને શુદ્ધ બનાવવાની ક્રિયા કરી ન હોય તે કદી પણ તેમાં ચિત્ર બની શકે નહિ. તેમ અહીં પણ જીવ અનાદિકાળથી અશુભ ભાવમાં રમણતા કરે છે. તેને પ્રથમ પુણ્યાનુબંધી પુણ્યથી ઉત્પન્ન થતા ઉત્તમોત્તમ નિમિત્તાના બળથી શુભ ભાવમાં લાવવો પડે છે. અને એ રીતે જીવમાં શુભ પ્રતિષ્ઠા થયા પછી એટલે આએ આમાં શુભ ભાવની એકરૂપતા થયા પછી જ જીવરૂપી ભીંત ઉપર શુદ્ધ ભાવનાને રંગ ચડી શકે છે. અહીં પણ ત્રણ અવસ્થા થઈ. પ્રથમ અશુભ ભાવની અવસ્થા. તેને યેગ્ય ઉપાયો વડે શુભ ભાવરૂપ બનાવવી. અને એ શુભ બન્યા પછી તેના પર શુદ્ધ ભાવરૂપ દશાનો રંગ ચડે. આ અનાદિને કમ છે. જે કોઈ શુદ્ધ દશાને પામ્યા છે, તે બધા આવી રીતે ક્રમસર વિકાસ કરીને જ પામ્યા છે. અશુભની રુચિ અંતમાં બેઠી છે ત્યાં સુધી શુભ આલંબનની ખૂબ જ જરૂર છે. શુભ ભાવની પ્રબળતાથી અશુભ ભાવને રાગ મમત્વ નષ્ટ થયા પછી