________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જંગલમાં વસતા ભીલભીલડીને વિકાસ નમસ્કારમંત્રના આરભથી થયા હતા તેથી એ વિકાસ ઉત્તરાત્તર અધિકાધિક વિકાસમાં પરિણમ્યા.
૨૬
હુંસ વિશ્રામમલશ્રી :—નમસ્કારમ`ત્ર એ જીવ રૂપી હંસને વિશ્રાંતિ માટે કમલની શેાભા સમાન છે. સ'સારમાં જીવને કયાંય વિશ્રાંતિ નથી. કષાય રૂપ તાપથી સતત આ જીવ તપી રહ્યો છે. કમ રૂપ મેલથી લેપાઈ રહ્યો છે. તૃષ્ણારૂપી તૃષાથી તૃષાતુર બની રહ્યો છે. આવી દશામાં શાન્તિ કયાંથી હાય ? ઊલટી દિશામાં દોડી, દેડીને જીવ થાકી ગયા છે. વિશ્રાંતિ માટે જ્યાં, જ્યાં દોડે છે, ત્યાં, ત્યાં જીવને કયાંય વિસામે મળતે નથી. જગતમાં મન માન્યા ઘણા વિસામા છે પણ એ બધા સાચા વિસામા નથી, માત્ર દુ:ખના ક્ષણિક પ્રતિકારરૂપ છે. ખરેખરે અને છેલ્લા વિસામે ભાવપૂર્વક નમસ્કારમ`ત્રની પ્રાપ્તિ થવી તે છે, તે સિવાયના વિસામા ઘેાડીવાર કામચલાઉ વિશ્રાંતિ ભલે આપે પણ પરિણામે જીવના થાકને ઊલટા વધારી દે છે. તે જ વિસામે સાચા વિસામા ગણાય કે જેની પ્રાપ્તિ થયા પછી જીવમાં વિશ્રાંતિ ઉત્તરાત્તર વધતી જ રહે. અને એવા વિસામે નમસ્કારમત્રની પ્રાપ્તિથી મળે છે. નમસ્કારમંત્રની પ્રાપ્તિથી જીવનુ ભાવ દારિદ્રય નાશ પામે છે. કિનારે આવેલા વહાણ જેવી સ્થિતિએ એ પહેાંચે છે. તેથી તેના આંતિરક આનંદ વધતા જ રહે છે. જીવરૂપી હસને જો પંચપરમેષ્ટિ નમસ્કારમત્ર રૂપી સુશેાભિત કમળની
* તેાંધ-૧ આ કથા આઠમા પ્રકરણમાં લખેલ છે,