________________
૧૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. ઉપકારી તરીકે તેમની ગણના (ગણતરી) થાય છે. જગતના તમામ પદાર્થો ઉપર કાળની અસર થાય છે. આ એક જ પદ એવું છે કે જેના ઉપર કાળને પ્રભાવ પડતો નથી. આ પદ પ્રાપ્ત કર્યા પછી જીવ પોતાના સ્વરૂપને કદી પણ ત્યાગ નથી, માટે જ સિદ્ધપદ અવિનાશી કહેવાય છે. સિદ્ધ પરમાભાઓના અવિનાશી સ્વરૂપને વિચાર કરવાથી જીવને સિદ્ધ બનવાની અચિંત્ય પ્રેરણું મળે છે, હિંમત આવે છે, ઉત્સાહ આવે છે અને જીવમાં છુપાયેલ વીલાસમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે. શ્રી સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કરવાથી આપણા આત્મામાં સત્તાગત રહેલ સિદ્ધપણું પ્રગટ થાય છે.
૩. નમસ્કાર મંત્રમાં ત્રીજું પદ આચાર્યવનું છે. મુમુક્ષુઓ માટે મેક્ષ એ સાધ્ય છે અને સદાચરણ એ સાધન છે. કારણ વિના કાર્યની પ્રાપ્તિ થાય નહિ. જેને મેક્ષની ઈચ્છા હોય તેણે મેક્ષના અનન્ય સાધનભૂત સદાચારને પણ. જીવનમાં અપનાવવું જ રહ્યો. આ ત્રીજા પદમાં રહેલા આત્માઓ પિતે સદાચારનું પાલન કરે છે અને જગતનાં જીવોને પણ એ માર્ગે ચાલવાની સતત પ્રેરણા પિતાના જીવન આદર્શથી અને ઉપદેશાથી આપે છે. પંચાચારના પાલનમાં જગતના તમામ સુંદર આચારને સમાવેશ થઈ જાય છે. આ સદાચારનું પાલન અથવા આ સદાચાર ઉપરનો પ્રેમ. જીવમાં મેક્ષ પ્રાપ્તિની ગ્યતા પ્રાપ્ત કરાવે છે. ત્રીજા પદને નમસ્કાર એટલે સદાચારની પૂજા અથવા સદાચાર ઉપરના પ્રેમની અભિવ્યક્તિ. (પ્રગટ થવું તે) સાચા ભાવથી સદાચાર કે સદાચારીને કરેલ નમસ્કાર કેઈ કાળે નિષ્ફળ જતો નથી.