________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન કેવલજ્ઞાન રૂપી ચક્ષુ વિના તે સાક્ષાત્ જોઈ કે જાણી શકાતે નથી. શ્રી અરિહંત પરમાત્માઓના આત્માઓ સમગ્ર જગતનું કલ્યાણ કરવાની સર્વહિતકારિણી પ્રકૃણ (ઉત્કૃષ્ટ) શુભ ભાવનાસહિત પૂર્વભવોમાં મેક્ષમાર્ગની એવી સુંદર આરાધના કરે છે કે જેથી ચરમભવમાં તેઓ ત્રણજ્ઞાન સહિત જન્મે છે, ગ્ય અવસરે સંયમ સ્વીકારે છે, અપ્રમતભાવે સંયમનું પાલન કરે છે, ઘાતકમને ક્ષય કરીને, કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાક્ષાત્ મોક્ષમાર્ગને જ્ઞાન ચક્ષુથી જઈ સત્ય મોક્ષ માર્ગ જગતના જીવોને બતાવે છે. એમના બતાવેલા માર્ગે પ્રયાણ કરી અનેક ભવ્ય આત્માએ પિતાનું શુદ્ધ આત્મ પદ પ્રાપ્ત કરે છે અને અજરામર બને છે. ભવિષ્યમાં પણ આ મોક્ષમાર્ગને પ્રવાહ ચાલુ રહે તે માટે અરિહંત પરમાત્માએ તીર્થની સ્થાપના કરે છે અને તે તીર્થના આલંબનથી અનેક ભવ્યાત્માઓ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. ટૂંકાણમાં ત્રણે કાળમાં મેક્ષનો માર્ગ ચાલુ રહે છે, તેમાં મુખ્ય ફાળો શ્રી અરિહંત પરમાત્માઓનો હોય છે. અને એથી એમને ઉપકાર અજોડ અને મહાન બની જાય છે. એવા ઉપકારી અરિહં તેને નમસ્કાર કરવાથી કૃતજ્ઞતાનો ગુણ પ્રગટે છે.
૨-સિદ્ધ પરમાત્માઓને મુખ્ય ગુણ અવિનાશીપણું છે. સિદ્ધ પરમાત્માના આ અવિનાશીપણાને ગુણ સમગ્ર મુમુક્ષુ આત્માઓનું લક્ષ્ય બિન્દુ છે. શ્રી અરિત પરમાત્માએ પણ દીક્ષા અંગીકાર કરતી વખતે સિદ્ધપ્રભુને નમસ્કાર કરે છે. અને જગવાસીઓને સિદ્ધપદને માગે દેરવે છે, માટે જ અનુપમ