________________
૧૯૫
મંત્રવિદ્યાનો પ્રભાવ ઉપકારી શેઠ પર સંકટ આવેલું જાણીને, તેના બચાવને ઉપાય કર્યો. તરત જ પિતાની દેવી શક્તિથી. એક પર્વત બનાવી તે નગર ઉપર ઝઝૂમ્યા અને બે કે, “હે રાજા વગેરે અધમ જનો ! તમે આવા પોપકારી પુરુષ જિનદત્તને નાશ કરે છે, તેથી આ પર્વત તમારા નગર પર નાંખીને તમારા આખા નગરને હું નાશ કરીશ. જો તમારે બચવું હોય તે એને તત્કાળ બંધન મુક્ત કરે.” આવી ભયંકર આકાશવાણી સાંભળીને રાજા સહિત સર્વ નગરજને એકઠા થઈને તે દેવને હાથ જોડી ક્ષમા માગવા લાગ્યા.
એટલે ફરી આકાશવાણી થઈ કે, “તમે સર્વે એ દયાળુ શ્રાવકને શરણે જાઓ; તે તમને સાચા માર્ગ બતાવશે.” પછી રાજા સહિત સર્વે નગરજને જિનદત્ત પાસે આવ્યા અને સર્વ વૃત્તાંત કહીને ક્ષમા યાચવા લાગ્યા, તથા દેવને કેપ નિવારવા શો ઉપાય કરે, તે પૂછવા લાગ્યા? જિનદત્ત શેઠ કહ્યું કે, “શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે તેના પ્રભાવ વડે તમારા સર્વ વિદને દૂર થશે.” શેઠનાં આવાં વચન સાંભળીને સર્વજનેએ નમસ્કારમંત્રને તથા શ્રી જૈન ધર્મને સ્વીકાર કર્યો. પછી શેઠે કહ્યું કે, જે ચેર હતો, તે જ મરણ સમયે નમસ્કારમંત્રના સ્મરણથી જ દેવ બન્યો છે; અને એ જ દેવ આ પર્વત લઈને મારે બચાવ કરવા આવેલ હતે,” એમ જણાવ્યું, તેથી સર્વ નગરજને નમસ્કારમંત્ર વિશે વિશેષ શ્રદ્ધાવંત બન્યા, અને શ્રી નમસ્કારમંત્રને જય જયકાર બેલી છૂટા પડયા.