________________
મંત્રવિદ્યાને પ્રભાવ બદલામાં બે સારા વાછરડા શેઠને ભેટ આપવા આવી. શેઠે તેને કહ્યું કે, “અમારે કઈ પણ પશુ ન રાખવાને નિયમ છે, માટે તે નહિ રાખીએ.” તેમ છતાં તે આહીરાણીએ ઘણે આગ્રહ કર્યો. એવામાં શેઠાણી આવ્યાં તેમણે કહ્યું કે, “હે સ્વામીનાથ! તે વાછરડા રાખી . આપણે પશુ રાખવાને નિષેધ છે તે વાત સાચી, પણ આપણા સ્વાર્થ માટે નિષેધ છે, પણ દયા ખાતર કે પરમાર્થ માટે નિષેધ નથી. જે આપણે નહિ રાખીએ તે તે ઊલટા હળ કે ઘાણીમાં જોડાઈને દુઃખી થશે, અને રાખશું તે આપણે ત્યાં તે સુખી થશે. માટે મને તે લાગે છે કે, એને આપણે. ત્યાં રાખવાથી કંઈ પણ ધર્મબાધ આવશે નહિ. વળી આ વાછરડા ઘણા રૂપાળા અને મેહક છે, તેથી પણ મને તેને રાખવાનું મન થાય છે.”શેઠાણીના આવાં ધર્મ પ્રમાણેનાં યુક્તિવાળાં વચન સાંભળીને તથા અતિ આગ્રહ જોઈને શેઠે તે વાછરડાં રાખી લીધાં, પછી એક નોકરને હુકમ કર્યો કે, “તારે આ બન્ને વાછરડાંના ખાનપાન માટે જે જે વસ્તુઓ જોઈએ તે આપણું કે ઠારમાંથી પૂરી છૂટથી લઈને ખવરાવવી, અને તેની બરાબર સારસંભાળ લઈ સેવા કરવી. તેને કઈ પ્રકારનું કષ્ટ કે દુઃખ ન થવું જોઈએ, તે ખાસ તારે યાદ રાખવું.” હવે શેઠાણું તે બન્ને વાછરડાને ઘણું જ પ્રેમથી રાખવા લાગ્યા. અને તે બન્નેના જુદા જુદા નામ રાખ્યાં. એકનું નામ કંબલ અને બીજાનું નામ સંબલ પાડ્યું. પછી જ્યારે શેઠાણું તેમના નામ લઈને બોલાવે ત્યારે તે ત્યાં જાય. એમ તેઓ શેઠાણી સાથે પૂરેપૂરા હળી