________________
૧૮૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
સ્મરણનું ફળ જાણી જૈન ધર્મોને અંગીકાર કર્યાં, તથા પંચપરમેષ્ઠિ મંત્રના આરાધક થયા. ત્યાર પછી પેાતાની બધી જ પ્રજાને જૈન ધર્મના પવિત્રપણાની અને નમસ્કાર મંત્રના મહિમાની વાતે સંભળાવીને તે સર્વને શ્રીજૈન શાસન પાળનારા તથા શ્રીનમસ્કારમત્રનું સ્મરણુ કરનારા બનાવ્યા. છેવટે પુરંદર રાજા અને કલાવતી સંસારસુખ ભોગવતાં, શ્રી પંચપરમેષ્ઠિ મંત્રનુ` શ્રદ્ધાથી સ્મરણ કરતાં, કરતાં આયુષ્ય પૂર્ણ ચર્ચ ઉચ્ચ ગતિને પામ્યા.
સાર ઃ—મૃત્યુ સમયે પણ જો નમસ્કારમંત્રનું શ્રદ્ધા સહિત સ્મરણ કર્યુ હાય છે તે તેનું પરિણામ બીજા ભવમાં પણ ઉત્તમ કુળમાં જન્મ દ્વારા મળે છે એટલું જ નહિ પણ પેાતાના પૂર્વ ભવની પ્રિય વસ્તુ પણ અન્ય ભવમાં આવી મળે છે. 'ડિપંગળ ચોરી કરનારા એક ચાર હતા, અને કળાવતી ગણિકા હતી, તેપણુ નમસ્કારમંત્રના પ્રભાવથી બન્ને જણ બીજા ભવમાં રાજ્યસુખને પામ્યાં, અને પર પરાએ મેાક્ષ સુખને પામશે,
ધરણેન્દ્ર તથા પદ્માવતીની કથા
વાણારસી નામે એક નગર હતું, તે રિદ્ધિસિદ્ધિથી ભરપૂર હતુ, અને ધર્મનું તેા તે ખાસ ક્ષેત્ર હતું. ત્યાં અશ્વસેન નામને પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમને વામાદેવી નામે રાણી હતી. તે સમ્યગ્દષ્ટિ અને શીલવ'તી હતી. તેમના ઉદરેથી ચૌદ સ્વપ્ન સૂચિત એવાં પાર્શ્વનાથને જન્મ થયા. પાર્શ્વનાથજી જ્યારે કિશાર અવસ્થાના હતા તે સમયે તે નગરમાં