________________
મંત્રવિદ્યાનો પ્રભાવ
૧૮૭૦ આવી. અને નમસ્કાર મંત્રનું સ્મરણ કરી, તે ચંડપિંગલ, રાજાના પુત્ર રૂપે અવતરે તેવું નિદાન કર્યું. - જે દિવસે એ ચાર મરણ પામે, તે જ દિવસે જીતશત્રુ. રાજાની રાણી ભદ્રાના ઉદર વિશે પુત્ર રૂપે ઉત્પન્ન થયા અને સવાનવ માસ પૂર્ણ થયે તેને જન્મ થયો.
આ વધામણી સાંભળતાં રાજાએ મેટો ઉત્સવ કર્યો, અને તેનું પુરંદર એવું નામ પાડ્યું.
કળાવતી ગણિકાએ ચારના મરણ દિવસથી આ કુમારના જન્મ સુધી રાણીના ગર્ભ દિવસ ગણી કાઢતાં મનમાં નિશ્ચય. કર્યો કે, નિશ્ચય એ જ મારા સુખદુઃખનો સાથી જ જન્મે છે. એક વખત રાજપુત્ર પાસે જઈને તેના કાનમાં પંચ પરમેષ્ટિ મંત્ર સંભળાવ્યો તેથી રાજકુમાર હસ્યો. રાજમાતા ભદ્રા આ કુતૂહલથી આશ્ચર્ય પામ્યા. કળાવતીએ પૂર્વને બધું વૃત્તાંત જણાવીને કહ્યું કે, એ બધે શ્રીનમસ્કાર મહામંત્રને પ્રતાપ છે. પછી રાજકુમાર હંમેશાં કળાવતીના સહવાસથી સંતેષી અને વિયેગથી અસંતેષી રહેવા લાગ્યો એટલે જીતશત્રુ રાજા તથા ભદ્રા રાણીએ કળાવતીને હમેશાં શજમહેલમાં રહેવાનું કહ્યું. એમ સમય વીતતાં કેટલાક વર્ષો જીતશત્રુ રાજા મરણ પામ્યો, અને આ પુરંદરકુમાર રાજ્યગાદી પર બેઠો. ત્યારે તેણે કળાવતીને ઘણે ઉપકાર માન્ય. તથા તેનું સન્માન કરી, તેના કહેવા પ્રમાણે વિશેષ પ્રકારે લક્ષ્મીને સદુપયોગ તથા ધર્મારાધન કરવા લાગ્યો. પછી પિતાને આ રાજપદવી પ્રાપ્ત થઈ તે નમસ્કારમંત્ર